Western Times News

Gujarati News

યુકેમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્‌સના ફોન, સિમ કાર્ડ જપ્ત કરી લેવાશે

લંડન, બોટમાં સવાર થઈને ઈંગ્લિશ ચેનલ મારફતે જીવના જોખમે યુકેમાં ગેરકાયદે વસવાટ કરવાનું સાહસ કરતા લોકો માટે માઠા સમાચાર છે. હવેથી તંત્રને મળેલી નવી સત્તા હેઠળ ગેરકાયદે ઈમિગ્રન્ટ્‌સ પાસે રહેલા મોબાઈલ ફોન તથા છુપાવેલા સિમ કાડ્‌ર્સ પણ જપ્ત કરવામાં આવશે.

નવા નિયમોનો સોમવારથી અમલ કરાયો છે. અધિકારીઓને ઈમિગ્રન્ટની ધરપકડ કર્યા વગર સીધા જ તેના ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને સિમ કાડ્‌ર્સ જપ્ત કરવાની સત્તા અપાઈ છે. જેની મદદથી તંત્રને યુકેમાં ગેરકાયદે ઘૂસાડનારા શખ્સો સુધી પહોંચવામાં સરળતા મળશે.યુકે ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, ગેમ ચેન્જર ગણાતી ફોજદારી ગુના માટેની આ જોગવાઈઓની મદદથી અધિકારીઓને સંગઠીત ગુનેગારોને ઝડપથી પકડવા મહત્વની માહિતી પ્રાપ્ત થઈ શકશે.

બ્રિટનના સરહદી સુરક્ષા અને આશ્રય મંત્રી એલેક્સ નોરિસે જણાવ્યું કે, અમે દેશની સરહદો પર વ્યવસ્થા અને સુરક્ષા બહાલ કરવાનો વાયદો કર્યાે હતો, જેનો અર્થ અમે માનવ તસ્કરીના ઘાતક નેટવર્ક ચલાવનારા તત્વો પર તવાઈ લાવવા નવો મજબૂત કાયદો અમલમાં મુકી રહ્યા છીએ.

નવા કાયદા હેઠળ રાષ્ટ્રીય ક્રાઈમ એજન્સી (એનસીએ), પોલીસ તથા અન્ય ઈમિગ્રેશન એન્ફોર્મેન્ટ અધિકારીને હવે ગેરકાયદે વસાહતીની મિલકત કે વાહનની તપાસ અર્થેની રેડ દરમિયાન તેમના મોબાઈલ ફોન અને સિમ કાડ્‌ર્સ જપ્ત કરવાની સત્તા અપાઈ છે.

જેમાં ઈમિગ્રન્ટન્સની બહારનો કોટ, જેકેટ અથવા હાથના મોજા કાઢીને પણ તપાસ કરાશે. જરૂરી કેસમાં સિમ કાર્ડ શોધવા મોંઢામાં સર્ચ કરી શકાશે.બ્રિટનમાં સરહદી સુરક્ષા, આશ્રય અને ટ્રેસપા‹સગ અધિનિયમ લાગુ થવાની સાથે હવે તપાસ અધિકારીઓ બોટના એન્જિન સહિતની વસ્તુને સ્થળાંતરિત કરવા, એકત્ર કરવા અથવા પૂરી પાડવા માટે સંદિગ્ધો પર પણ આરોપ લગાવી શકશે. ગેરકાયદે ઈમિગ્રન્ટ્‌સને બોટ વગેરે મારફતે બ્રિટનમાં ઘૂસાડવામાં આવે છે.

આવા કેસમાં હવે દોષીતોને ૧૪ વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. ઈમિગ્રન્ટ્‌સને છુપાવવા માટે મોટા ડબ્બાની આયાત, ઉત્પાદન અથવા મેળવવામાં મદદ કરનારા ગુનેગારોને પણ પાંચ વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે, તેમ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.