સ્પામ કોલ, મેસેજ રોકવામાં નિષ્ફળ ટેલિકોમ કંપનીઓને રૂપિયા ૧૫૦ કરોડનો દંડ
નવી દિલ્હી, ટેલિકોમ રેગ્યુલેટર (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા) એ સ્પામ કોલ્સ અને મેસેજ પર અંકુશ મેળવવામાં નિષ્ફળ રહેવા બદલ ટેલિકોમ ઓપરેટરો પર ૧૫૦ કરોડનો દંડ ફટકાર્યાે છે તેમ એક સત્તાવાર સૂત્રે જણાવ્યું છે.
વર્ષ ૨૦૨૦થી શરૂ કરીને ત્રણ વર્ષ માટે લાદવામાં આવેલા આ રૂ. ૧૫૦ કરોડના દંડને ટેલિકોમ ઓપરેટરોએ કોર્ટમાં પડકાર્યાે છે. સૂત્રે ઉમેર્યું હતું કે, “ગ્રાહકોની ફરિયાદો ખોટી રીતે બંધ કરવા અને નિયમો મુજબ સ્પામર્સના ટેલિકોમ કનેક્શન સામે પગલાં ન લેવા બદલ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સ પર ૧૫૦ કરોડથી વધુનો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે.”ટ્રાઇ નિયમોનું પાલન ન કરતાં ટેલિકોમ ઓપરેટરો પર દંડ લાદે છે.
નિયમો અનુસાર, ટેલિકોમ ઓપરેટર માટે પ્રતિ લાયસન્સ સર્વિસ એરિયા દીઠ દર મહિને રૂ. ૫૦ લાખ સુધીના દંડની જોગવાઈ છે. સૂત્રે સ્પષ્ટતા કરતા કહ્યું કે, “એ નોંધવું મહત્વનું છે કે આ દંડ ટેલિકોમ કંપનીઓ પર એટલા માટે નથી લાગ્યો કે કોઈએ તેમના નેટવર્ક પરથી સ્પામ મોકલ્યું છે, પરંતુ એટલા માટે લાગ્યો છે કે તેઓ નિયમો અનુસાર સ્પામર્સ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે.”
છેલ્લા એક વર્ષમાં ૨૧ લાખથી વધુ સ્પામર્સના જોડાણ કાપી નાખવામાં આવ્યા છે અને ૧ લાખથી વધુ સંસ્થાઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. ટ્રાઇએ ડીએનડી એપ લોન્ચ કરી છે, જે યુઝર્સને માત્ર ૪થી ૬ ક્લિકમાં ફરિયાદ નોંધાવવાની સુવિધા આપે છે. સૂત્ર મુજબ, ફોન પર નંબર બ્લોક કરવાથી સ્પામ અટકતું નથી કારણ કે સ્પામર્સ વારંવાર નંબર બદલતા હોય છે. ગ્રાહકોની ફરિયાદના આધારે જ તમામ ઓપરેટર સ્તરે કાર્યવાહી શક્ય બને છે.SS1MS
