રોડ પરના ખાડા પૂરવા અને માઇક્રોરિસરફેસ કરવા ૧૩ કરોડ ખર્ચાશે
અમદાવાદ, શહેરમાં ચોમાસા દરમિયાન મોટાભાગનાં રોડ ઉપર ખાડા પડતાં હોય છે, તે સિવાય પણ સમયાંતરે નાનામોટા ખાડા પડવાની અને રોડની સરફેસ ઘસાઇ જવાની સમસ્યા સર્જાતી હોય છે, તેનાં ઉકેલ માટે મ્યુનિ.ઇજનેર ખાતાએ રોડના ખાડા પૂરવા તેમજ માઇક્રોરિસરફેસ કરવા ૧૩ કરોડનાં કામો રોડ કમિટી સમક્ષ રજૂ કર્યા છે.
જોકે તેમાં એક જ કોન્ટ્રાક્ટરને બે મોટા કામો આપવાની દરખાસ્તથી વિવાદ પણ સર્જાયો છે.મ્યુનિ.માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, ચોમાસા સિવાય પણ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર ખાડા પડે છે અને તેના કારણે ખાડા પૂરવા, પૈચવર્ક કરવા, રોડ મીલિંગ કરવા, માઈક્રોરિસરફેસ કરવાની નોબત આવે છે.
ઉત્તર ઝોનનાં રખિયાલ-સરસપુર વિસ્તારમાં જુદા જુદા મેઈન રોડના ખાડા પૂરવા માટે જેટ પેચર મશીનથી પેચવર્ક કરવા માટે ૯૭ લાખ અને જીએસટી દરખાસ્ત રોડ કમિટી સમક્ષ રજૂ કરાઇ છે.
જ્યારે રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા ઝોનના જુદા જુદા રોડની હયાત સરફેસ ઈરોઝન થયેલ હોય તેવા રોડ પર માઈક્રોરિસરફેસિંગ કરવા ૭ કરોડ રૂપિયા વત્તા જીએસટી ચૂકવવાની દરખાસ્ત પણ રોડ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવી છે.
આ બન્ને ટેન્ડર એપીકોન્સ ઈન્ળા.પ્રા.લિ. નામનાં કોન્ટ્રાક્ટરને લાગ્યાં હોવાથી વિવાદ છેડાયો છે.જ્યારે મધ્ય ઝોન જેવા ભરચક ઝોનનાં જુદા જુદા વોર્ડનાં રોડ મીલિંગ કરી ખાડા પૂરવા અને હેવી પેચવર્ક કરવા માટે રોલર સેન્ટર નામનાં કોન્ટ્રાક્ટરનું ૪ કરોડ ૮૧ લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવાની દરખાસ્ત રોડ કમિટી સમક્ષ મૂકવામાં આવી છે.SS1MS
