Western Times News

Gujarati News

સફળતા- નિષ્ફળતા એક સિક્કાની બે બાજુ છેઃ કરીના

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર ખાન લાંબા સમયથી પોતાની પ્રતિભા, આત્મવિશ્વાસ અને મનોરંજન જગતના ઉતાર-ચઢાવને સંતુલિત રીતે સંભાળવાની ક્ષમતાને કારણે જાણીતી છે.

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે સફળતા અને નિષ્ફળતા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે બંને એક જ યાત્રાનો ભાગ છે અને તેને અત્યંત ગંભીરતાથી લેવાની જરૂર નથી.

કરિના માટે અભિનય માત્ર વ્યવસાય નહીં, પરંતુ એક એવો શોખ છે જેને તેઓ જીવનભર અનુસરવા ઇચ્છે છે. તેઓ માને છે કે સફળતા કોઈ લક્ષ્ય ના હોઇ શકે, પરંતુ પોતાની પસંદનું કાર્ય કરતા રહેવાની સતત ચાલતી પ્રક્રિયા છે.હાર્પર્સ બજારને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું, “હજુ ઘણું હાંસલ કરવાનું બાકી છે, કારણ કે અભિનય એ એવું કામ છે જેને હું પ્રેમ કરું છું અને માણું છું. અભિનય હું સતત કરતા રહેવા માગું છું.

તે મારા ડીએનએનો એક ભાગ છે. એવું નથી કે આ કોઈ લક્ષ્ય છે જે મને હાંસલ કરવું જ હોય. મારા માટે ક્યારેય કોઈ અંતિમ લક્ષ્ય રહ્યું નથી; કોઈ અંત નથી, કારણ કે હું જે કામને પ્રેમ કરું છું તે કરતા રહેવું છે, અને એ છે ફિલ્મોમાં અભિનય.”તેઓ એ વાત પણ સ્વીકારે છે કે સફળતા અને નિષ્ફળતા હાથમાં હાથ નાખીને ચાલે છે, અને બંનેમાંથી કોઈપણ વ્યક્તિના મૂલ્યને નિર્ધારિત ન કરવી જોઈએ.

પોતાની સિદ્ધિઓ કે અડચણોને લાગણીઓ પર હાવી થવા દેવાને બદલે, તેઓ પોતાની કારકિર્દી પ્રત્યે સંતુલિત અભિગમ જાળવે છે. તેઓ કહે છે, “મારા મત પ્રમાણે સફળતાને ક્યારેય બહુ ગંભીરતાથી લેવી નહીં જોઈએ, અને મોટા ભાગના અભિનેતાઓએ પણ એવું જ કરવું જોઈએ. કારણ કે જ્યાં સફળતા છે ત્યાં નિષ્ફળતા પણ છે, અને નિષ્ફળતા વગર સફળતા શક્ય નથી. ખાસ કરીને આ વ્યવસાયમાં તો એ જ વાસ્તવિકતા છે.

તેથી જ મેં હંમેશા મારી સફળતાને બહુ હળવાશથી લીધી છે અને શરૂઆતથી જ તેને બહુ ગંભીરતાથી નથી લીધી.”ઉદ્યોગમાં બે દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ, કરિનાને સમજાયું છે કે સાચો સંતોષ બાહ્ય માન્યતા કરતાં વ્યક્તિગત વિકાસ અને આત્મવિશ્વાસમાંથી મળે છે. તેઓ કહે છે, “સફળતા એવી વસ્તુ છે જેના માટે આપણે બધા આતુર રહીએ છીએ, પરંતુ તે જીવનનું એકમાત્ર લક્ષ્ય બની શકે નહીં.

વર્ષાે દરમિયાન, જ્યારે તમે આ ઉદ્યોગમાં પરિપક્વ થાઓ છો અને ઘણું કામ કરો છો, ત્યારે તમને સમજાય છે કે તમે તમારા માટે પણ કામ કરો છો. નિશ્ચિત રીતે તમારા ચાહકો ખૂબ વફાદાર હોય છે, અને આ સફરમાં તમને ઘણા ચાહકો મળે છે, અને અંતે એ જ મહત્વનું છે, ઇન્સ્ટાગ્રામ લાઇક્સ નથી, તમારો દેખાવ કેવો છો તે નહી. મને લાગે છે કે આ બધું મહત્વનું નથી. તમારી અભિનય ક્ષમતા, તમારા વફાદાર ચાહકો—આ જ એવી બાબતો છે જે બધાથી વધુ મહત્વ ધરાવે છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.