Western Times News

Gujarati News

વડોદરામાં બન્યા ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટમાં વપરાયેલા ફ્યુઅલ રોડ્સને સુરક્ષિત પરિવહન, સંગ્રહિત રાખવાના સાધનો

ત્રણ વર્ષના સઘન સંશોધન બાદ વડોદરામાં બન્યા સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સ્પોર્ટેશન કન્ટેનર

ફ્યુઅલ ટ્રાન્સફર મશિનસ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સ્પોર્ટેશન કન્ટેનર, સ્ટોરેઝ રેક એક સ્થળે બનતું હોય એવી વિશ્વની સૌથી પ્રથમ ઘટના

વડોદરા, પરમાણુ ઊર્જા ઉત્પાદનમાં વપરાતા મહત્વના સાધનો બનાવવામાં વડોદરાના એક એમએસએમઇ દ્વારા સફળતા હાંસલ કરવામાં આવી છે. પરમાણું ઊર્જાના ઉત્પાદન બાદ તેમાંથી નીકળેલા રોડ્સને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા માટે વપરાતા સાધનોનું નિર્માણ હવે સ્થાનિક કક્ષાએ જ કરવામાં આવતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને પ્રોત્સાહન મળ્યું છે.

અત્યાર સુધી આ સાધનો ફ્યુઅલ ટ્રાન્સફર મશિનસ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સ્પોર્ટેશન કન્ટેનરસ્ટોરેઝ રેક વિદેશમાંથી આયાત કરવા પડતા હતા. પણ હવે આ સાધનો વડોદરામાં બનશે. આ ત્રણેય સાધનો એક જ સ્થળે બનતા હોય તેવું આ વિશ્વનું પ્રથમ એકમ છે.

આ ત્રણે સાધનોનું શું મહત્વ છે એ જાણવું જરૂરી છે પણ એ પૂર્વે પરમાણુ ઊર્જા ઉત્પાદન કેન્દ્ર કેવી રીતે કામ કરે છે 

ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં અતિ ગરમ પાણીની વરાળથી ટર્બાઇન ફેરવવામાં આવે છે અને તેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. પાણીને ગરમ કરવા માટે ન્યુક્લિયર ફિશનનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે યુ-૨૩૫ પ્રકારના યુરેનિયમ વાપરવામાં આવે છે અને ફ્યુઅલ રોડ્સ મારફત આ પાણી ગરમ થાય છે. ફ્યુઅલ રોડ્સમાં યુરેનિયમના રહેલા ન્યુટ્રોન પસાર કરવામાં આવે છે.

પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર અને લાઇટ વોટર રિએક્ટર એમ મુખ્યત્વે બે પ્રકારના પરમાણુ ઊર્જા ઉત્પાદન કેન્દ્ર હોય છે. તેના આધારે ફ્યુઅલ રોડ્સ કે તેના બન્ડલનો ઉપયોગ કરવામાં આવે છે. તેની લાઇફ સાયકલ પણ અલગ અલગ હોય છે. તે પૂર્ણ થયા બાદ સામાન્ય રીતે બદલવામાં આવે છે.

જૂના રોડ્સમાં પણ બહુ જ વિકરણો અને હિટ હોય છે. એથી રિએક્ટરમાંથી કાઢ્યા બાદ તેને પ્લાન્ટ અંદર જ પાણીમાં રાખવામાં આવે છે. સામાન્ય રીતે વપરાયેલા રોડ્સ છસાત વર્ષ સુધી પ્લાન્ટ અંદર સુરક્ષિત રાખવામાં આવે છે. બાદમાં તેને પ્લાન્ટ બહાર ખસેડવા પડે છે.

અવે ફ્રોમ રિએક્ટર સેન્ટર ઉપર આ જૂના રોડ્સને સુરક્ષિત રીતે સંગ્રહવામાં આવે છે. ૪૨ મિટર લંબાઇના ફ્યુઅલ પોન્ડ આ રોડ્સ સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. જ્યાં તેમાં વિકિરણો અને હિટનું પ્રમાણ નિયત માપદંડો મુજબ થઇ પછી નિકાલ કરવામાં આવે છે.

ચેર્નોબલ નામક વેબસિરીઝ જોઇ હોય તો તમને કદાચ ખ્યાલ આવશે કે આ રોડ્સ બહુ જ ખતરનાક હોય છે. એથી એના પરિવહન માટે વિશેષ તકેદારી રાખવી પડે છે. આ માટે ભારતમાં આયાત કરાયેલા ઓટોમેટેડ મશિનોનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આ ઉપરાંત તેને સંગ્રહિત કરવાના કન્ટેનર અને રેક્સ પણ આયાત કરવા પડતા હતા. પણવડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી અભિયાનને પ્રતિભાવ આપતા વડોદરાની વિવિધ હાઇફેબ નામક એક એમએસએમઇ દ્વારા ત્રણ વર્ષના સંશોધન બાદ સ્થાનિક કક્ષાએ બનાવવાનું શરૂ કર્યું છે.

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન દ્વારા ઉક્ત સાધનો બનાવવાનું કહેવામાં આવતા આ એકમ દ્વારા તેની કામગીરી શરૂ કરવામાં આવી છે. એકમ દ્વારા દ્વારા હાલમાં સ્પેન્ટ ફ્યુઅલ સ્ટોરેજ રેક્સ (એસએફએસઆર) નિર્માણ કરવામાં આવ્યું છે. ન્યુટ્રોન એમિશનને રોકી શકે એવા બોરોટેડ સ્ટેનલેસ સ્ટીલ દ્વારા આ રેક્સ બનાવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીના તબક્કાવાર પરીક્ષણ દરમિયાન આ રેક્સ ખરા ઉતર્યા છે અને તેને કાલે કુડાનકુલન ન્યુક્લિયર પાવર પ્લાન્ટને મોકલવામાં આવશે. બાકીના ફ્યુઅલ ટ્રાન્સ્ફર મશીન પણ આગામી દિવસોમાં બની જતા તેને પણ મોકલવામાં આવશે. વડોદરાના ઔદ્યોગિક એકમો માટે આ ગૌરવપ્રદ બાબત છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વદેશીઆત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપતા આ એકમ તેના ત્રણ વર્ષના સઘન સંશોધન માટે અભિનંદનને પાત્ર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.