ભારતે ચોખાના ઉત્પાદનમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી
નવી દિલ્હી: ભારત ચોખાના ઉત્પાદનમાં પડોશી દેશ ચીનને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિહ ચૌહાણે કહ્યું, ભારતનું ચોખાનું ઉત્પાદન વધીને ૧૫૧.૮ મિલિયન ટન થયું છે, જે ચીનના ૧૪૫ મિલિયન ટન ઉત્પાદનને પાછળ છોડી દે છે.
- ભારતે ચોખાના ઉત્પાદનમાં 151.8 મિલિયન ટન ઉત્પાદન સાથે ભારતે ચીનના 145 મિલિયન ટનને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે.
- કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે આ સિદ્ધિ ભારતની ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવે છે અને દેશ હવે વૈશ્વિક ખાદ્ય પુરવઠાકાર તરીકે ઉભરી રહ્યો છે.
- ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા વિકસિત 25 પાકોની 184 નવી સુધારેલી જાતોનું અનાવરણ કરવામાં આવ્યું છે, જે ખેડૂતોને વધુ ઉપજ અને સારી ગુણવત્તા આપશે.
- આ નવી જાતો ખેડૂતોની આવકમાં વધારો કરશે અને પાકોને આબોહવા-સ્થિતિસ્થાપક બનાવશે.
- ચૌહાણે જણાવ્યું કે ભારત હવે કૃષિ ક્રાંતિના નવા યુગમાં પ્રવેશી રહ્યું છે, જ્યાં ઉચ્ચ ઉપજ આપતા બીજ અને નવી ટેક્નોલોજી ખેડૂતો સુધી ઝડપથી પહોંચાડવામાં આવશે.
- 1969થી અત્યાર સુધી કુલ 7,205 પાક જાતોને સૂચિત કરવામાં આવી છે, જેમાં ચોખા, ઘઉં, જુવાર, મકાઈ, કઠોળ, તેલીબિયાં અને રેસાવાળા પાકનો સમાવેશ થાય છે.
આ દેશ માટે એક અભૂતપૂર્વ સિદ્ધિ છે. ૨૫ પાકોની ૧૮૪ નવી જાતો બહાર પાડતી વખતે ચૌહાણે કહ્યું, દેશમાં અનાજનો ભંડાર વિપુલ પ્રમાણમાં છે, જે ભારતની ખાદ્ય સુરક્ષાને સંપૂર્ણપણે સુનિヘતિ કરે છે.
મહત્વનું છે કે, ભારત ખાદ્ય અછતવાળા દેશમાંથી વૈશ્વિક ખાદ્ય પ્રદાતા બન્યો છે અને વિદેશી બજારોમાં ચોખાનો પુરવઠો પૂરો પાડી રહ્યો છે. આનાથી વૈશ્વિક ભાવોને નિયંત્રિત કરવામાં મદદ મળી રહી છે.
એક કાર્યક્રમમાં, કૃષિ મંત્રીએ ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા વિકસિત ૨૫ પ્રાદેશિક પાકોની ૧૮૪ સુધારેલી જાતોનું અનાવરણ કર્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ૧૮૪ સુધારેલી જાતો ખેડૂતો માટે ફાયદાકારક રહેશે કારણ કે તે વધુ ઉપજ અને સારી ગુણવત્તાનું ઉત્પાદન આપશે. વધુમાં, પાક ઉત્પાદનમાં વધારો ખેડૂતોની આવકમાં વધારો કરશે.
