Western Times News

Gujarati News

હળવદ પંથકમાં 3800 હેક્‍ટરમાં દાડમની ખેતીથી ખેડૂતોએ 5000 ટન ઉત્પાદન મળવ્યું

ઈશ્વરનગરના યુવાન ખેડૂતે ૬૫ વીઘામાં દાડમમાંથી વાર્ષિક ૧૦૦ થી ૧૫૦ ટન જેટલું દાડમનું ઉત્‍પાદન મેળવી અંદાજિત ૬૦ લાખથી વધુ આવક મેળવી.

નવી દિલ્‍હી, ગુજરાતના હળવદ પંથકમાં આજે અહીંના ખેડૂતોની કોઠાસૂઝથી કરાતી દાડમના પાકની ખેતી અને તેનું ઉત્‍પાદન થકી આજે વિવિધ દેશોમાં હળવદના દાડમ પ્રખ્‍યાત બની ચૂકયા છે.

પંથકમાં ૩,૮૦૦ હેક્‍ટરમાં દાડમની ખેતી કરી કરતા ખેડૂતો આજે વર્ષે અંદાજિત પ હજાર ટન દાડમની આવક સાથે ઉત્‍પાદન ક્ષેત્રે સૌરાષ્ટ્રમાં પ્રથમ અને ગુજરાતમાં ત્રીજા નંબરનું સ્‍થાન ધરાવે છે. સમૃદ્ધ ગણાતા હળવદ તાલુકામાં કપાસ અને જીરુંના મુખ્‍ય પાકોનું વાવેતર થાય છે અને હજારો મણની આવક મેળવી રહ્યા છે ત્‍યારે પાછલા પાંચ વર્ષથી બાગાયતી કૃષિમાં દાડમના પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.

જિલ્‍લાના અંદાજિત ૨,૫૦૦ ખેડૂતો દાડમની ખેતી કરે છે. જેમાંથી ૨,૦૦૦ જેટલા ખેડૂતો તો ફક્‍ત હળવદ તાલુકાના છે. હળવદ તાલુકામાં દાડમના વેચાણ માટે પાંચ ખાનગી માર્કેટિગ યાર્ડ(મંડી) આવેલા છે. હાલમાં હળવદ તાલુકામાં ૩,૮૦૦ હેક્‍ટરમાં દાડમની ખેતી થાય છે. બાગાયતી પાકો માટે સરકાર ખેડૂતોને રોપાના વાવેતર સહિત વિવિધ સહાય આપે છે, જે થકી આ વિસ્‍તારના ઘણા ખેડૂતોની આવક ડબલ થઈ છે.

જે સખત પુરુષાર્થ અને સરકારના સહકાર થકી ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે તેની પણ પતીતિ કરાવે છે. હળવદ તાલુકામાં મુખ્‍યત્‍વે રણમલપુર, ઈસનપુર, ઈશ્વરનગર, પણાદ, ચરાડવા, જૂના દેવળિયા, નવા દેવળિયા વગેરે જેવા ગામોમાં દાડમ પાકનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્‍યું છે.

સો કરોડ જેટલું વાર્ષિક ટર્ન ઓવર શહેરમાં કુલ પાંચ ફૂટ માર્કેટ આવેલા છે. જેથી હળવદના પાંચ ફૂટ માર્કેટ મળી કુલ અંદાજિત સો કરોડ જેટલું વાર્ષિક ટર્ન ઓવર અપેક્ષિત છે. હળવદ વિસ્‍તારના દાડમ ગુણવત્તા મુજબ દુબઈ, મલેશિયા, બાંગ્‍લાદેશ, નેપાળ સહિત વિવિધ દેશોમાં તથા ગુજરાત બહાર લખનઉ, કાનપુર, દિલ્‍હી, બેંગ્‍લોર, વિશાખાપટ્ટનમ હૈદરાબાદ, શિલીગુઠ્ઠી, યુપી, મહારાષ્ટ્ર સહિતના રાજ્‍યોમાં નિકાસ કરવામાં આવે છે.

દાડમની ખેતીમાં જોડાયા ઈશ્વરનગરના યુવાન ખેડૂત એમ.બી.એ.નો અભ્‍યાસ છોડી દાડમની ખેતીમાં જોડાયા બાદ જણાવ્‍યું હતું કે બાર વર્ષ પહેલાં દાડમની ખેતીની શરૂઆત કરી. અત્‍યારે કુલ ૬૫ વીઘામાં દાડમ વાવેલા છે. જેમાં વાર્ષિક ૧૦૦ થી ૧૫૦ ટન જેટલું દાડમનું ઉત્‍પાદન મળી રહે છે અને અંદાજિત ૬૦ લાખથી વધુ આવક મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.