BAPSના ભગવત ચરણ સ્વામીએ નાયબ મુખ્યમંત્રી સાથે શું ચર્ચા કરી?
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ BAPS સ્વામિનારાયણ સંસ્થાની સૌજન્ય મુલાકાત લીધી
આણંદ ખાતે પધારેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આણંદ ખાતે અક્ષરફાર્મમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની સૌજન્ય મુલાકાત લીધી હતી.
સ્વામિનારાયણ સંસ્થાના ભગવત ચરણ સ્વામીએ નાયબ મુખ્યમંત્રીશ્રીને આવકારી આશિર્વચન આપ્યા હતા. આ સમયે આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા, આણંદના સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, વડોદરા ના સાંસદ શ્રી હેમાંગ જોશી, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી નીરવ અમીન ઉપસ્થિત રહ્યા હતા સર્વનું ભગવત ચરણ સ્વામીએ સ્વાગત કરી આશીર્વાદ આપ્યા હતા.


