Western Times News

Gujarati News

૧પ મીટરની ઉંચાઈના બાંધકામ માટે ફકત ઓનલાઈન મંજૂરી

પ્રતિકાત્મક

(એજન્સી)ગાંધીનગર, રાજયમાં ૧પ મીટરની ઉંચાઈના બાંધકામ માટે ર૦ર૬ના વર્ષથી ફકત ઓનલાઈન ડેવલોપમેન્ટ પરમીશનની પ્રક્રિયા જ કરવામાં આવશે અને કોઈપણ દસ્તાવેજોની હાર્ડ કોપી આપવાની જરૂર નથી.

ઝડપથી બાંધકામના વિકાસ અને વપરાશની મંજુરી મળે તે માટે હવે આ નિર્ણયનો ચુસ્ત અમલ કરવામાં આવશે. શહેરી વિકાસ વિભાગ અંતર્ગત મુખ્ય નગર નિયોજકની કચેરી દ્વારા તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને શહેરી સહીતના વિકાસ સત્તામંડળને આ સુચના આપવામાં આવી છે. મુખ્ય નગર નિયોજકની કચેરી દ્વારાશ અગાઉ પણ આ પ્કારની સુચના આપવામાં આવી હતી

પરંતુ હવે ૧-૧-ર૦ર૬થી તેનો ચુસ્ત અમલ કરવા તાકીદ કરવામાં આવી છે. તે મુજબ૧પ મીટરની ઉચાઈ ધરાવતા બાંધકામ માટે ઓનલાઈન ડેવલપમેન્ટ પરમીશન ર.૦ની કાર્યપદ્ધતી અનુસારવાની રહેશે.

જેમાં ૧પ મીટરની ઉચાઈધરાવતા બાંધકામના વિકાસ કે વપરાશની પરવાનગી સંદર્ભે કોઈપણ દસ્તાવેજોની હાર્ડ કોપી ફીઝીકલ દસ્તાવેજ સ્વીકાયો સિવાય જમંજુરીની પ્રક્રિયા કરવાનીરહેશે. લો અને મીડીયમ રીસ્ક ડેવલપમન્ટ કિસ્સામાં વિકાસ પરવાનગી પ્રોસેસ સર્ટીફીકેટ કે બીયુ સર્ટીફીકેશન કરાવવાની કાર્યપદ્ધતિ પણ નવેમ્બર-ર૦રપથી અમલમાં મુકાઈ છે.

તેનો જ જે મહાનગરપાલિકા, નગરપાલીકા કે સમગ્ર સત્તામંડળ દ્વારા ૧-૧-ર૦ર૬થી અમલવારી કરવાની રહેશે. કમીશનર નગરપાલિકાના ચીફ ઓફીસર, સત્તામંડળોના મુખ્ય કારોબારી અધિકારીઓ પણ આ બાબતે જારી કરાયેલા અગાઉના હુકમો પ્રમાણે અમલ થાય તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.