Western Times News

Gujarati News

પાલનપુરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી સામે હાઈકોર્ટનો સ્ટે

પ્રતિકાત્મક

સત્તાવાળા દ્વારા માપણી કર્યા વિના દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હોવાથી વિવાદ

અમદાવાદ, પાલનપુરમાં કથિત દબાણ દૂર કરવાની કાર્યવાહી પર હાઈકોર્ટે સ્ટે ઓર્ડર આપ્યો છે. સત્તાવાળા દ્વારા માપણી કર્યા વિના દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હોવાથી સમગ્ર વિવાદ ઉભો થયો છે.

ડિસેમ્બર ર૦રપમાં ગામતળની જમીન પર ગેરકાયદે દબાણનો આરોપ લગાવતાં અરજદારોને વ્યક્તિગત રીતે જારી કરાયેલી નોટિસ્ને પડકારતી અરજી પર હાઈકોર્ટે સીનાવણી કરી હતી. જેમાં હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે જયારે વિવાદીત વિસ્તાર માપવામાં આવ્યો નહતો અને અરજદારો પાસે ફાળવણી દસ્તાવેજનો કબજો હતો ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ અયોગ્ય વર્તન કર્યું હતું.

હાઈકોર્ટે એમ પણ અવલોકન કર્યું હતું કે ગૌચરની જમીન પર દબાણનો આરોપ લગાવતી બીજી અરજીમાં અધિકારીએ ર૩મી ડિસેમ્બર ર૦રપના રોજ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ પર આધાર રાખ્યો હતો. અરજદારોના વકીલની રજૂઆત હતી કે અરજદારો સનદ (હક્કો આપતો દસ્તાવેજ) દ્વારા જમીનના માલિક છે.

આ રજુઆતોના સમર્થનમાં તેમણે દસ્તાવેજોનો ઉપયોગ કરીને આ વાતને સમર્થન આપ્યું હતું કે સનદ હેઠળની જમીન અરજદારોને દાવો કર્યો હતો કે ગામતળની જમીનમાં બાંધકામ કરવામાં આવ્યું હોવાનો આરોપ ખોટો છે. બાંધકામ સનદ દ્વારા અરજદારોને આપવામાં આવેલી જમીન પર કરવામાં આવ્યું હતું અને જે તોડી પાડવાનો હેતુ છે, જોકે તે સ્વચ્છતા માટેની સુવિધા માટે છે અને અરજદારોએ એ સરકારની ગ્રાન્ટ અનુસાર બનાવી હતી.

તેમણે જણાવ્યું હતું કે હાઈકોર્ટના ર૩-૧ર-ર૦રપના આદેશનો ઉપયોગ કરીને એક અલગ અરજીમાં જિલ્લા જમીન રેકોર્ડ નિરીક્ષક એટલે કે સત્તાવાળા દ્વારા કોઈ માપણી કર્યા વિના દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પાલનપુરના તાલુકા વિકાસ અધિકારી વતીત હાજર રહેલા વકીલે રજૂઆત કરી હતી કે આ કોર્ટના ર૩.૧ર.ર૦રપની અન્ય રિટના નિર્દેશ અનુસાર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમણે રજુઆત કરી હતી કે હાઈકોર્ટના નિર્દેશ અનુસાર ગ્રામ પંચાયત દ્વારા નિર્દેશિત સર્વેક્ષણ હાથ ધરાયું છે અને ત્યારબાદ દબાણ દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે.

ર૩.૧ર.ર૦રપના આદેશમાં બનાસકાંઠાના પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નિષ્ક્રિયતાનો આરોપ લગાવતી અરજી પર કોર્ટે સુનાવણી કરી હતી કે ગાદલવાડાના કેટલાક વ્યક્તિઓ દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હોવા છતાં આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કોર્ટે ડિસેમ્બરના આદેશમાં ડીડીઓ ને કથિત દબાણની ચકાસણી કર્યા પછી કાયદા અનુસાર કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.