પતંગની દોરીથી થનારા અકસ્માતોને અટકાવવા માટે સરાહનીય પહેલ
oplus_4456448
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા પોલીસ મથક દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી થનારા અકસ્માતોને અટકાવવા માટે સરાહનીય અને જનહિતકારી પહેલ હાથ ધરવામાં આવી છે.
બાઇક તથા અન્ય દ્વિચક્રી વાહન ચાલકોને પતંગની દોરીથી ગળા અને ચહેરા પર થતી ગંભીર ઇજાઓથી બચાવવા માટે વાહનોમાં ખાસ સળિયો (સેફ્ટી રોડ) લગાવી આપવામાં આવ્યો. વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા, સાવચેત રહેવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સમજણ આપવામાં આવી હતી. (તસ્વીરઃ-મોહસીન વહોરા, સેવાલીયા)
