Western Times News

Gujarati News

વડાલી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકીઓ સાથે એક આરોપીને ઝડપ્યો

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક સાહેબ શ્રી સાબરકાંઠા ડો.પાર્થરાજસીંહ ગોહીલનાઓએ સાબરકાંઠા જીલ્લામાં ચાઈનીઝ દોરીના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે સંદર્ભે ઇડર વિભાગીય પોલીસ અધિકારીશ્રી સ્મીત ગોહીલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈન્સ ડી.આર.પઢેરીયા તથા પોલીસ સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તપાસ કાર્યરત રહેલ.

જે દરમિયાન તા.૦૫/૦૧/૨૦૨૫ ના રોજ ડી-સ્ટાફના માણસો કે.એલ. જાડેજા પીએસઆઇ વડાલી, અહેકો હીરણસિંહ જગતસિંહ, અપોકો સુરેશસિહ જગતસિંહ, તથા અપકો નરેશકુમાર મોતીભાઈ હાલ અગામી સમયમાં આવતા ઉતરાયણના તહેવાર અનુસંધાને ગેર કાયદેસર રિતે ચાઇના દોરીનું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ જીલ્લા.

મેજી. સા.શ્રી સાબરકાંઠા-હિંમતનગર નાઓએ જાહેરનામાની અમલવારી કરવા સારૂ વડાલી પોલીસ સ્ટેશનના બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા-ફરતા થેરાસણા ગામે જતા બાતમી હકિકત મળેલ કે થેરાસણા ગામની હાઇસ્કુલ પાસે પ્રતીબંધીત ચાઇનીઝ દોરીનુ વેચાણ ચાલુ છે જે બાતમી હકિક્ત આધારે થેરાસણા ગામની હાઇસ્કુલ પાસે જતા એક ઇસમ પોતાના હાથમાં સફેદ કલરનો મીણીયાનો કોથળો રાખી શંકાસ્પદ રીતે ઉભો હોઈ

અને અમો પોલીસને જોઇ નાસવા જતા તુરતજ તેને પકડી લઈ સદરી ઇસમ પાસેના એક સફેદ કલરના મીણીયાના કોથળામાં જોતા ચાઇનીઝ ફીરકીના રીલ પડેલ હતા જેથી સદરી ઇસમનુ નામઠામ પુછતા પોતાનું નામ રવિકુમાર બાબુભાઈ ઠાકોર ઉ.વ.૧૮ રહે.થેરાસણા તા.વડાલી જી.સા.કા.વાળો હોવાનું જણાવતો હોઇ સદરી ઇસમને સાથે રાખી તેની પાસેના મીણીયાના કોથળામાં જોતા મોનો સ્કાય કંપનીની અલગ-અલગ કલરની ચાઈનીઝ દોરીની ફીરકીઓ ભરેલ હોઇ

જે ફીરકીઓ કયાંથી લાવેલ હતો અને કયાં લઇ જઇ રહેલ હતો તે બાબતે કઇં જણાવતો ન હોઇ જે ચાઇનીઝ દોરીની ફીરકીઓ બહાર કાઢી ગણી જોતા કુલ-૧૦ ફીરકી મળી આવેલ જે એક ફીરકીની કીંમત રૂ. ૫૦૦/-ની ગણી કુલ -૧૦ ફીરકીની કી.રૂ.૫૦૦૦/- નો મુદ્દામાલ મળી આવતા સદરી આરોપી વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આમ વડાલી પોલીસને ગેર કાયદેસર ચાઇનીઝ ફીરકીનો જથ્થો શોધી કાઢવામાં સફળતા મળેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.