સમગ્ર યુરોપમાં ભારે હિમવર્ષા અને બરફના તોફાનનું તાંડવ
હેગ, મંગળવારે યુરોપના મોટાભાગના હિસ્સામાં બરફવર્ષા, હિમ અને તીવ્ર ઠંડી જેવી ગંભીર સ્થિતિને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા તેમજ ખરાબ મોસમને કારણે અનેક લોકોના મોત પણ થયા. દક્ષિણ-પશ્ચિમી ફ્રાન્સમાં મોસમ સાથે સંકળાયેલા માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા તેમજ ભારે બરફવર્ષાને કારણે પરિવહન સેવા ઠપ થઈ ગઈ હતી.
ફ્રાન્સની રાજધાનીમાં તેની પ્રસિદ્ધ છતો પર બરફની એક સુંદર ચાદર છવાઈ ગઈ, જેના કારણે સ્કૂલોમાં રજા આપવામાં આવી. ભારે બરફવર્ષાને કારણે દેશના છ એરપોર્ટ બંધ થઈ જતા અનેક પ્રવાસીઓ અટવાઈ ગયા હતા.નેધરલેન્ડ્સમાં બરફ જમા થઈ જતા એમ્સ્ટર્ડમના શિફોલ એરપોર્ટ પર લગભગ ચારસો ફ્લાઈટ અટકાવી દેવાઈ કારણ કે ક્› રનવે પર ફસાઈ ગયેલા વિમાનમાંથી બરફ હટાવવામાં વ્યસ્ત હતા.
સોમવારથી જ ફ્લાઈટ રદ થવાની સમસ્યા વધી ગઈ, જેના કારણે અનેક પ્રવાસીઓ અટવાઈ ગયા. રેલ સીસ્ટમમાં પણ ખરાબી થતા રેલ સેવા પ્રભાવિત થઈ હતી. બરફ આચ્છાદિત રસ્તાઓને કારણે પ્રવાસીઓએ ભારે વિલંબનો સામનો કરવો પડયો.દરમ્યાન ઈટાલીની રાજધાની રોમમાં લગાતાર વરસાદને કારણે ટિબર નદીમાં પૂર આવ્યું અને વેટિકન ખાતે એપિફેની તહેવારની ઉજવણી કરી રહેલા લોકોના ઉત્સાહમાં ભંગ પડયો.
રોમના મેયરે પૂર અને વૃક્ષ પડવાના જોખમોથી લોકોને સાવચેત રહેવા અપીલ કરી અને જોખમી પાર્કમાં જવા પર રોક લગાવી હતી.ઉત્તરીય યુરોપમાં ભારે બરફવર્ષા અને તીવ્ર ઠંડીથી જનજીવન ખોરવાયું જ્યારે બ્રિટનમાં કાતિલ ઠંડી સાથે તાપમાન શૂન્યથી નીચે ૧૨.૫ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.
ભારે બરફવર્ષાને કારણે સ્કૂલો બંધ કરવી પડી, રમતગમતના કાર્યક્રમો અટકાવી દેવાયા, પરિવહન સેવા વિક્ષેપિત થઈ તેમજ ગ્લાસગો અને લિવરપુલ જેવા શહેરોમાં વીજ કટોકટી સર્જાઈ હતી. બોલોગ્નામાં હળવી બરફવર્ષા થતા આસપાસના ડોલોમાઈટ્સમાં વિન્ટર સ્પોટ્ર્સના શોખીનોએ આ સ્થિતિનો લાભ લીધો હતો.
ઉત્તરીય સ્કોટલેન્ડમાં પંદર સેમી સુધીની બરફવર્ષા થઈ હતી અને વધુ બરફવર્ષાની આગાહીએ લોકોની ચિંતા વધારી દીધી હતી. કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે સ્થિતિ પહેલેથી ખરાબ હતી. પ્રશાસને લોકોના ઘરે જરૂરી સામાન પહોંચાડવાની વ્યવસ્થા કરવી પડી હતી.
બાલકન દેશોમાં હિમ વર્ષા, વરસાદ અને જોરદાર પવનના મિશ્રણ સાથે પૂર, વીજ કટોકટી તેમજ પરિવહન સેવામાં વિક્ષેપ પડયો હતો. સારાયેવોમાં વૃક્ષની ડાળી પડતા એક મહિલાનું મોત થયું હતું. સર્બિયાના કેટલાક હિસ્સામાં ઈમરજન્સી જાહેર કરાઈ હતી જ્યારે ક્રોએશિયા અને મોન્ટેનેગ્રોમાં સમુદ્રી તોફાનોએ તટ પરના હોલિડે હોમમાં તબાહી મચાવી હતી.SS1MS
