ભારતે યુએસમાં પોતાનાં હિતોને આગળ ધપાવવા લોબિંગ કંપનીની મદદ લીધી હતી
નવી દિલ્હી, વોશિંગ્ટન ખાતેના ભારતના દૂતાવાસે સૂચિત વેપાર કરાર અને ઓપરેશન સિંદૂરના મીડિયા કવરેજ સહિતના મુદ્દા પર દેશના હિતોને આગળ ધપાવવા માટે અમેરિકાની એક લોબિંગ કંપનીની સહાય લીધી હતી. એસએચડબલ્યુ પાર્ટનર્સ નામની કંપનીએ ફોરેન એજન્ટ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ અમેરિકાના ન્યાય વિભાગનેને સુપરત કરેલી માહિતીમાં આ બાબતનો ખુલાસો થયો હતો.
આ અંગે પ્રતિક્રિયા આપતાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે અમેરિકામાં વિદેશી મિશન અને બિઝનેસ ઓર્ગનાઇઝેશન માટે લોબિસ્ટ અને સલાહકારોની સેવાઓ લેવી એક એક સામાન્ય પ્રથા છે.
ભારતીય દૂતાવાસ ૧૯૫૦ના દાયકાથી વિવિધ સરકારો હેઠળ સ્થાનિક પ્રથા અને જરૂરિયાતો અનુસાર આવી કંપનીઓની સહાય લેતું આવ્યું છે. ફારા વેબસાઇટમાં મૂકાયેલી માહિતી અનુસાર એસએચડબલ્યુ પાર્ટનરે એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ભારતીય મિશનને સહાય પૂરી પાડી હતી.
કંપનીએ ઓપરેશન સિંદૂરના મીડિયા કવરેજની ચર્ચાવિચારણા કરવા ભારતીય દૂતાવાસને ૧૦મેએ ટ્રમ્પ વહીવટીતંત્રના ચાર અધિકારીઓનો સંપર્ક કરવામાં મદદ કરી હતી. આ કંપનીએ ભારત અને અમેરિકાના અધિકારીઓને બેઠકો યોજવામાં તથા ફોન કોલ અને ઇ-મેઇલ કરવામાં સહાય પૂરી પાડી હતી.SS1MS
