ગ્રીનલેન્ડ પર અમેરિકાના કબજાથી ‘નાટો’નો અંત આવશેઃ ડેનમાર્ક
કોપનહેગન, ગ્રીનલેન્ડ પર કબજો કરવાની અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનની ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ બંનેએ જોરદાર વિરોધ કર્યાે છે અને વિનાશક પરિણામોની ચેતવણી આપી છે. ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેને જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડ પર અમેરિકન કબજાથી નાટો લશ્કરી જોડાણનો અંત આવશે.
ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ ફ્રેડરિક નીલ્સન જણાવ્યું હતું કે, ગ્રીનલેન્ડની તુલના વેનેઝુએલા સાથે ન થઈ શકે.વેનેઝુએલામાં અમેરિકાના મિલિટરી ઓપરેશન પછી ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ બંનેની ચિંતામાં વધારો થયો છે.
ગ્રીનલેન્ડ ડેનમાર્કનો અર્ધ-સ્વાયત્ત પ્રદેશ છે અને તેથી નાટોનો સભ્ય પણ છે. ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ ફ્રેડરિક નીલ્સન જણાવ્યું હતું કે જો અમેરિકા બીજા નાટો દેશ પર લશ્કરી હુમલો કરશે તો બધું બંધ થઈ જશે. તેમા નાટો જોડાણ અને બીજા વિશ્વયુદ્ધના અંત પછી પૂરી પાડવામાં આવેલી સુરક્ષાનો પણ સમાવેશ થાય છે.
સ્થિતિ એવી નથી કે અમેરિકા સરળતાથી ગ્રીનલેન્ડને જીતી શકે.ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ટ્રમ્પની ધમકીનો ફ્રાન્સ જર્મની, ઇટલી, પોલેન્ડ, સ્પેન, બ્રિટન સહિતના યુરોપના નેતાઓએ વિરોધ કર્યાે હતો. આ દેશોના નેતાએ એક નિવેદન જારી કરીને ગ્રીનલેન્ડની સાર્વભૌમત્વનું રક્ષણ કરવામાં ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેનને સમર્થન આપ્યું હતું.SS1MS
