શ્વાન જેટલી અરજીઓ કોઈ માણસના કેસમાં નથી આવતીઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, શેરીમાં રખડતા શ્વાન માટે સુપ્રીમ કોર્ટમાં સંખ્યાબંધ અરજીઓ આવી છે અને સતત નવી અરજીઓ થઈ રહી છે. આ બાબતની નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યુ હતું કે, શ્વાન માટે જેટલી અરજીઓ આવે છે, તેટલી અરજીઓ માણસના કિસ્સામાં આવતી નથી.બે વકીલે રખડતા શ્વાનની મેટર મેન્શન કરી ત્યારે જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મેહતાની બેન્ચે આ ટકોર કરી હતી. તેમણે નોંધ્યુ હતું કે, માણસોના કિસ્સામાં આટલી બધી અરજીઓ આવતી નથી.
બુધવારે સુપ્રીમ કોર્ટમાં શેરીના શ્વાનના કેસ અંગે વધુ સુનાવણી થવાની છે. એક કેસમાં વકીલે ટ્રાન્સફર પીટિશન માટે રજૂઆત કરી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે ઠરાવયુ હતું કે, બુધવારે તમામ વકીલોને સાંભળવામાં આવશે. બુધવારે જસ્ટિસ નાથ, જસ્ટિસ મેહતા અને જસ્ટિસ એન વી અંજારિયાની બેન્ચ સમક્ષ આ કેસની સુનાવણી થવાની છે.
વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળે કૂતરાં કરડી જવાની ઘટનાઓ વધવા બાબતે સુપ્રીમ કોર્ટે ૭ નવેમ્બરે હુકમ કર્યાે હતો. જેમાં રખડતા તમામ શ્વાનનું ખસીકરણ કરીને શેલ્ટર હોમમાં ખસેડવા તાકિદ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસની સુઓમોટો સુનાવણી ગત વર્ષે ૨૮ જુલાઈથી શરૂ કરી હતી.SS1MS
