Western Times News

Gujarati News

ઉજ્જૈનના મહાકાલેશ્વરના શરણે પહોંચી અભિનેત્રી નિમરત કૌર

ઉજ્જૈન, જાણીતી ફિલ્મી હસ્તીઓ અવારનવાર ધાર્મિક સ્થળોએ ભગવાનના દર્શને જતી હોય છે. ફિલ્મી હસ્તીઓના કારણે ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર ચર્ચામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા અભિનેત્રી નુસરત ભરૂચા ભગવાન શ્રી મહાકાલેશ્વરના દર્શને ગઈ હતી.

હવે વધુ એક અભિનેત્રી મહાકાલેશ્વર મંદિરે પહોંચી હતી અને ભસ્મ આરતીનો લાભ પણ લીધો હતો.બોલીવુડની પ્રતિભાશાળી અભિનેત્રી નિમરત કૌર પોતાના બિઝી શેડ્યૂલમાંથી સમય કાઢીને વહેલી સવારે ૪ વાગ્યે ભગવાન મહાકાલના શરણે પહોંચી હતી.

અહીં તેણે જ્યોતિ‹લગની ભસ્મ આરતીના દર્શન કરીને દિવ્યતના અનુભવ કર્યાે હતો. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં નિમરત મંત્રોચ્ચાર અને ભક્તિમય વાતાવરણ વચ્ચે તે શિવભક્તિમાં લીન જોવા મળી હતી.ભસ્મ આરતી બાદ નિમરત કૌર નંદી હોલમાં બેસીને બે કલાકથી વધુ સમય સુધી મૌન ધારણ કરી ધ્યાન ધર્યું હતું અને પોતાના આગામી પ્રોજેક્ટ્‌સની સફળતા અને અંગત જીવનની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિના ડેપ્યુટી એડમિનિસ્ટ્રેટર એસ. એન. સોની દ્વારા નિમરત કોરનું ઔપચારિક સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.અભિનેત્રી નિમરત કૌર અવારનવાર ધાર્મિક સ્થળોની મુલાકાત લેતી રહે છે.

અગાઉ નવા વર્ષની શરૂઆતે નિમરત કૌર કાશ્મીરના શ્રીનગર ખાતેના શંકરાચાર્ય મંદિર ખાતે કાશ્મીરમાં ભગવાન શિવજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. વર્ષ ૨૦૨૫માં મહાશિવરાત્રીના પર્વે તેણે મહારાષ્ટ્રમાં પૂજા અર્ચના કરી હતી.

આ ઉપરાંત ગુરુપર્વના અવસરે પણ નિમરત કૌર અમૃતસર ખાતેના સુવર્ણમંદિરમાં સેવા આપતા જોવા મળી હતી.વર્ક ળન્ટની વાત કરીએ તો નવેમ્બર ૨૦૨૫માં નિમરત કોર લોકપ્રિય વેબ સિરીઝ “ધ ફેમિલી મેન સીઝન ૩”માં જોવા મળી હતી. જેમાં તેના અભિનયને પ્રેક્ષકો અને વિવેચકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.