ગુજરાતી સુપરહિટ ‘લાલો’ હવે હિંદીમાં ધૂમ મચાવશે
મુંબઈ, ગુજરાતી ફિલ્મ જગત માટે એક અત્યંત ગૌરવશાળી અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયના અંતરાલ બાદ કોઈ ગુજરાતી ફિલ્મએ બોક્સ ઓફિસ પર એવો જાદુ ચલાવ્યો છે કે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય સિનેમા જગત સ્તબ્ધ થઈ ગયું છે. ફિલ્મ ‘લાલો કૃષ્ણ સદા સહાયતે’ એ કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યાે છે.
આ ફિલ્મની સૌથી મોટી વિશેષતા તેનું બજેટ છે. આ ફિલ્મ માત્ર રૂપિયા ૫૦ લાખના મામૂલી બજેટમાં તૈયાર કરવામાં આવી હતી. ૧૦ ઓક્ટોબરના રોજ ગુજરાતી સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મની વાર્તાએ ગુજરાતી પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે.
પારિવારિક અને ભાવનાત્મક કથાનકને કારણે આ ફિલ્મે અત્યાર સુધીમાં ૧૦૦ કરોડથી વધુનું કલેક્શન કરીને ઇતિહાસ રચી દીધો છે.ગુજરાતી વર્ઝનની અભૂતપૂર્વ સફળતા અને પ્રેક્ષકોની ભારે માંગને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ આ ફિલ્મને હિન્દી ભાષામાં પણ રિલીઝ કરવાનો મોટો નિર્ણય લીધો છે.
૯ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ ‘લાલો’ ફિલ્મનું હિન્દી વર્ઝન ભારતભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.ફિલ્મનું સફળ દિગ્દર્શન અંકિત સખિયા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે રીવા રાચ્છ, શ્›હાદ ગોસ્વામી, કરણ જોષી સહિતના કલાકારોએ પોતાની એક્ટિંગથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે.
ફિલ્મની વાર્તા દરેક ગુજરાતી ઘરને સ્પર્શતી હોવાથી તેને આટલો મોટો પ્રતિસાદ સાંપડ્યો છે.‘લાલો’ ફિલ્મની આ સફળતાએ સાબિત કરી દીધું છે કે જો ફિલ્મનું કન્ટેન્ટ મજબૂત હોય તો ઓછા બજેટમાં પણ વૈશ્વિક સ્તરની સફળતા મેળવી શકાય છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં આ ફિલ્મ એક ‘માઈલસ્ટોન’ સાબિત થઈ છે, જેણે પ્રાદેશિક ફિલ્મો માટે નવા દ્વાર ખોલી દીધા છે.SS1MS
