ગાંધીધામ સબ ડિવિઝન રેલવે હોસ્પિટલમાં પ્રથમ વાર સફળ ઘૂંટણ રિપ્લેસમેન્ટ (TKR) સર્જરી
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના સબ ડિવિઝન રેલવે હોસ્પિટલ, ગાંધીધામમાં 05 જાન્યુઆરી 2026 ના રોજ પ્રથમ વાર ટોટલ ની રિપ્લેસમેન્ટ (TKR) સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી.
આ મૂશ્કેલ ઑપરેશન 56 વર્ષના મહિલા રેલવે લાભાર્થીનું સબ ડિવિઝન રેલવે હોસ્પિટલ, ગાંધીધામના અતિઆધુનિક ઑપરેશન થિયેટરમાં કરવામાં આવ્યું. કેસ-ટૂ-કેસ આધાર પર નિમાયેલા ઑર્થોપેડિક સર્જન અને એનેસ્થેટિસ્ટની નિષ્ણાંત ટીમ દ્વારા આ સર્જરી પૂર્ણપણે સુરક્ષિત, સુગમ અને સફળતાપૂર્વક કરવામાં આવી.
આ મહત્વપૂર્ણ સિદ્ધિ ડૉ. રમેશ જાંગિડ, ડિવિઝનલ મેડિકલ ઓફિસર (DMO), ગાંધીધામના માર્ગદર્શનમાં પ્રાપ્ત થઈ છે, જે સબ-ડિવિઝન રેલવે હોસ્પિટલ, ગાંધીધામમાં અપગ્રેડેડ ઑર્થોપેડિક સેવાઓના સુદ્રઢીકરણની દિશામાં એક મોટું પગલું છે. આ પહેલથી ભવિષ્યમાં રેલવે લાભાર્થીઓને ઉચ્ચ સ્તરની મેડિકલ સુવિધાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થઈ શકશે.
અમદાવાદ મંડળ, પશ્ચિમ રેલવે દ્વારા સ્વાસ્થ્ય સેવાઓના સતત અપગ્રેડેશનની દિશામાં આ એક નોંધપાત્ર સિદ્ધિ છે.
