ઓઢવ પોલીસે નાસતા ફરતાં બે આરોપીઓને હાજર થવા જાહેરનામું બહાર પાડ્યું
અમદાવાદમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના આદેશાનુસાર ઓઢવ પોલીસ દ્વારા આરોપીઓને હાજર થવા આદેશ કરતુ જાહેરનામું
અમદાવાદ, ક્રીમીનલ પ્રોસીજર કોડ (CRPC1973)ની કલમ- ૮૨ હેઠળ આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ ઉર્ફે કાલુ સ/ઓ આમીરાઅલી સાગીરલી ઉમર વર્ષ ૧૮ છે, ચંડોળા તળાવના છાપરા બી.ગલી શાહઆલમ ઈસનપુરમાં રહે છે. અમદાવાદ શહેર દ્રારા ઓઢવ પોલીસ સ્ટેશન ફ.ગુ.૨નં.૧૮૬/૨૦૧૯ ધી ઈ.પી.કો.કલમ ૩૭૯(એ)(૩)
અનુસાર સજાપાત્ર ગુનો કરેલ છે, (અથવા એવો ગુનો કરેલ હોય તેવો શક છે) અને તેના ઉપર કાઢવામા આવેલ ગિરફતારીનું વોરંટ એવા શેરા સહિત પાછુ આવેલ છે કે ઉપર જણાવેલ આરોપી મળી આવતો નથી અને નામદાર કોર્ટે ખાતરી કરાવતા આરોપી આકૃતાબ ઉર્ફે અલ્તાફ ઉર્ફે કાલુ સ/ઓ આમીરાઅલી સાગીરલી જાતે-રસૈયદ ભાગી ગયેલ છે
(અથવા વોરંટની બજવણી ના થાય માટે પોતાની જાતને છુપાવી દીધેલ છે),આથી ધી ઇ.પી.કો.કલમ ૩૭૯(એ)(૩) હેઠળ આ અદાલતમાં દાખલ વર્ષ-૨૦૨૩ ના સેશન્સ કેસ નં.૯૦૮/૨૦૨૩ મુજબના (ઉપર જણાવેલ) કથિત આરોપીને તેની વિરુદ્ધ કથીત કેસમા પોતાનો બચાવ કરવા અથવા જવાબ રજુ કરવા માટે આ અદાલત સમક્ષ હવે પછીની તારીખ ૨૯/૧૨/૨૦૨૫ના રોજ તથા તે પહેલા હાજર થવા માટે જાહેરનામુ કાઢીને ફરમાન કરવામા આવ્યું હતું.
ક્રીમીનલ પ્રોસીજર કોડ (CRP.C1973)ની કલમ- ૮૨ હેઠળ બાળ કિશોર સત્યેન્દ્ર ઉર્ફે પીન્ટુ શ્રીરામનરેશ આંગનુરામ જેની ઉંમર ૧૭ વર્ષ છે. મ.ન.૫૧ વિશાલનગર મારૂતીનગર પાસે રીંગ રોડ ઓઢવ અમદાવાદમાં તેનું રહેઠાણ છે. શહેર દ્રારા ઓઢવ પોલીસ સ્ટેશન ફ.ગુ.૨નં ૭૮/૨૦૧૭ ધી.ઇ.પી.કો.કલમ ૩૭૬(૨)(આઇ)(જે) અનુસાર સજાપાત્ર ગુનો કરેલ છે, (અથવા એવો ગુનો કરેલ હોય તેવો શક છે)
અને તેના ઉપર કાઢવામા આવેલ ગિરફતારીનું વોરંટ એવા શેરા સહિત પાછુ આવેલ છે કે ઉપર જણાવેલ બાળ કિશોર મળી આવતો નથી અને નામદાર કોર્ટે ખાતરી કરાવતા બાલ કિશોર સત્યેન્દ્ર ઉર્ફે પીન્ટુ શ્રીરામનરેશ આંગનુરામ જાતે-પાસવાન(પાસી) ભાગી ગયેલ છે (અથવા વોરંટની બજવણી ના થાય માટે પોતાની જાતને છુપાવી દીધેલ છે), આથી ધી.ઈ.પી.કો.કલમ ૩૭૬(૨)(આઈ)(જે) હેઠળ
આ અદાલતમા દાખલ વર્ષ-૨૦૧૮ ના સ્પે. પોક્સો કેસ ન ૫/૨૦૧૮ મુજબના (ઉપર જણાવેલ) કથિત બાળ કિશોરને તેની વિરુદ્ધ કથીત કેસમા પોતાનો બચાવ કરવા અથવા જવાબ રજુ કરવા માટે આ અદાલત સમક્ષ હવે પછીની તારીખ:૩૦/૧૨/૨૦૨૫ ના રોજ તથા તે પહેલા હાજર થવા માટે જાહેરનામુ કાઢીને ફરમાન કરવામા આવ્યું હતું.
