જગ અને કેરબામાં બેફામ વેચાતા લાખો લીટર પીવાના પાણી વિશે આશંકા
પ્રતિકાત્મક
ઝાડા, ઉલટી, કમળા, ટાઈફોઈડ, કોલેરાના કેસમાં ચિંતાજનક વૃદ્ધિ
અમદાવાદમાં ડ્રેનેજ લાઈનોની યોગ્ય રીતે સફાઈ કરવાની જરૂરીયાત હોય છે. અને વર્ષો જુની લઈને હોવાના કારણે કયારેક ખરાબ થઈ જતા ડ્રેનેજનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જતું હોય છે. અને ખરાબ પાણી આવે છે.
(એજન્સી)અમદાવાદ, છેલ્લાં કેટલાક દિવસથી અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકરી રહયો છે. ડીસેમ્બર મહીનામાં ઝાડા ઉલટીના ર૩૯. ટાઈફોઈડના ૧૮૦, કમળાના ૧૪૯, અને કોલેરાના ૧ કેસ નોધાયો છે. ડિસેમ્બર મહીનામાં ૭,૧૦૮ જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૧૭ જેટલા પાણીના સેમ્પલ ફેલ થાય છે.
અને ૪૬.૬૭૩ જેટલા કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં ૭ જેટલા ટેસ્ટ કલોરીન નીલ આવ્યા છે. શહેરમાં પાણીના કેરબા જગમાં વેચવામાં આવતા પાણીના છેલ્લા પાંચ મહીના દરમયાન પ૦૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને પાણીના જગના સેમ્પલનું ચેકીગ કરવામાં આવતા ૧ર૯ પાણીના સેમ્પલ અનફીટ આવ્યા હતા આમ શહેરમાં પાણીના જગ કેરબામાં લાખો લિટર વેચાતું પાણી પીવાલાયક નથી ? એવો પ્રશ્ન સર્જાયછે.
એએમસી હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં માથું ઉચકી રહેલા પાણીજન્ય રોગચાળાને ધયાનમાં રલઈને અગમચેતીરૂપે તમામ વોર્ડમાં પાણીના સેમ્પલ લેવાની કલોરીન ટેસ્ટની પ્રક્રિયાક કરવામાં આવે છે. દર મહીને ૬,૦૦૦ જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવે છે. ૪૦૦૦૦ કલોરીન ટેસ્ટ કરવામાં આવે છે. સૌથી વધારે શહેરના પુર્વ વિસ્તારમાં બહેરામપુરા, દાણીલીમડા સહીતના વિસ્તારોમાં કેસો વધુ જોવા મળે છે. જયાં ચેકીગ કરવામાં આવે છે.
અમદાવાદમાં ડ્રેનેજ લાઈનો ની યોગ્ય રીતે સફાઈ કરવાની જરૂરીયાત હોય છે. અને વર્ષો જુની લઈને હોવાના કારણે કયારેક ખરાબ થઈ જતા ડ્રેનેજનું પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જતું હોય છે. અને ખરાબ પાણી આવે છે.
