Western Times News

Gujarati News

૩ બાળકની માતાને ICE એજન્ટે ગોળી મારી દેતાં અમેરિકામાં હોબાળો

વાશિગ્ટન, અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિ વચ્ચે વધુ એક હિંસક ઘટના સામે આવી છે. મિનિયાપોલિસમાં બુધવારે, એક અમેરિકન ઇમિગ્રેશન એજન્ટ એ કારમાં બેઠેલી ૩૭ વર્ષીય મહિલાને ગોળી મારી દીધી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ ઘટના બાદ શહેરમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે અને રસ્તાઓ પર ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે.સ્થાનિક અને સંઘીય અધિકારીઓ અનુસાર, આઈસીઈ એજન્ટો મહિલાની કાર પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન, મહિલાએ કાર આગળ વધારવાનો પ્રયાસ કર્યાે અને ત્યારે જ એજન્ટે ગોળી ચલાવી દીધી. મૃતક મહિલાની ઓળખ ૩૭ વર્ષીય રૈની ગુડ તરીકે થઈ છે, જે ત્રણ બાળકોની માતા હતી.

મિનેસોટાના ડેમોક્રેટ સેનેટર ટીના સ્મિથે કહ્યું છે કે આ મહિલા અમેરિકન નાગરિક હતી અને ઇમિગ્રેશન ઓપરેશનનો ટાર્ગેટ નહોતી.આ ઘટના બાદ વિસ્તારમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. દેખાવકારોએ સૂત્રોચ્ચાર કર્યા. પરિસ્થિતિ એટલી વણસી કે ભારે હથિયારોથી સજ્જ ફેડરલ એજન્ટોને ગેસ માસ્ક પહેરીને ઉતરવું પડ્યું અને ભીડને વિખેરવા માટે કેમિકલ ઇરિટન્ટ્‌સનો ઉપયોગ કરવો પડ્યો.

ગવર્નરનો ટ્રમ્પ પર હુમલોઃ મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝે આ ફાયરિંગને લઈને ટ્રમ્પ પ્રશાસન પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું, “અમે અઠવાડિયાઓથી ચેતવણી આપી રહ્યા હતા કે ડર અને સનસનાટીભર્યા સમાચારો ફેલાવતી આ કાર્યવાહીઓ કોઈનો જીવ લેશે. આજે એ જ થયું. આ ‘રિયાલિટી ટીવી સ્ટાઈલ’ શાસન છે અને તેની કિંમત એક વ્યક્તિએ પોતાનો જીવ આપીને ચૂકવી છે.”મેયર બોલ્યા- આઈસીઈ શહેર છોડેઃ મિનિયાપોલિસના મેયર જેકબ ળેએ એ દાવાને ફગાવી દીધો કે એજન્ટે આત્મરક્ષામાં ગોળી ચલાવી હતી. તેમણે કહ્યું કે ઘટનાનો વીડિયો એક અલગ જ કહાણી બયાન કરે છે.

ળેએ સીધા જ આઈસીઈને શહેર છોડવાની અપીલ કરી.ન્યૂયોર્કના મેયરનું નિવેદનઃ ન્યૂયોર્કના મેયર મમદાનીએ પણ નિવેદન જારી કરીને કહ્યું, “આ હત્યા છે. આઈસીઈ દેશભરમાં અમારા પાડોશીઓ પર હુમલો કરી રહ્યું છે.

ન્યૂયોર્ક આજે અને દરરોજ વસાહતીઓ સાથે ઉભું છે.”ટ્રમ્પ પ્રશાસને ડેમોક્રેટ શાસિત શહેરોમાં ઇમિગ્રેશન એજન્ટોની ભારે તૈનાતી કરી છે. અહેવાલો મુજબ, મિનિયાપોલિસમાં લગભગ ૨,૦૦૦ ફેડરલ એજન્ટો મોકલવાની યોજના હતી. આ કાર્યવાહી સોમાલી વસાહતીઓ સાથે સંકળાયેલા કથિત વેલફેર ળોડના આરોપો બાદ તેજ કરવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.