ઓપરેશન સિંદૂર રોકવા માટે પાકિસ્તાને અમેરિકાને ૬૦ વખત કાકલૂદી કરી હતી
વોશિંગ્ટન, પહેલગામમાં આતંકી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને ૨૪ મિનિટમાં પાકિસ્તાનના નવ આતંકી ઠેકાણા ઉડાવી માર્યા પછી પાકિસ્તાન ફફડી ઉઠ્યું હતું અને યુદ્ધને અટકાવવા માટે અમેરિકાના અધિકારીઓને ૬૦ વખત આજીજી કરી હતી.
અમેરિકાના ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ નવા પ્રકાશિત દસ્તાવેજોમાં આ અંગેનો ખુલાસો થયો છે.અમેરિકાના ટોચના અધિકારીઓનો સંપર્ક કરવા માટે પાકિસ્તાને અમેરિકાની છ લોબિંગ કંપનીઓની મદદ લીધી હતી અને આ કંપનીઓ પાછળ રૂ.૪૫ કરોડનો ખર્ચ કર્યાે હતો.
ઓપરેશન સિંદૂર શરૂ થયા પછી તરત જ પાકિસ્તાને અમેરિકામાં પોતાનું રાજદ્વારી નેટવર્ક સક્રિય કર્યું હતું. પાકિસ્તાની રાજદ્વારીઓએ થોડા સમયમાં ટ્રમ્પ વહીવટીતંત્ર, પેન્ટાગોન અને વિદેશ વિભાગના વરિષ્ઠ અધિકારીઓનો લગભગ ૬૦ વખત સંપર્ક કર્યાે હતો.
ઇ-મેઇલ્સ, ફોનકોલ્સ અને રૂબરૂ મુલાકાતો દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રયાસોનો હેતુ યુદ્ધવિરામ માટે દબાણ કરવાનો અને ભારતની લશ્કરી કાર્યવાહીને રોકવાનો હતો. એપ્રિલના અંત ભાગથી લઈને ચાર દિવસના ઓપરેશન સિંદૂર દરમિયાન અને તે પછી પણ પાકિસ્તાનને લોબિંગ ચાલુ રાખ્યું હતું.SS1MS
