માતાના વિયોગમાં પુત્રનો ગળાફાંસો ખાઇ આપઘાત
રાજકોટ, ગોંડલ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા પાસે ઝૂપડામાં રહેતા કિરીટસિંહ ભૂપતસિંહ સીસોદીયા (ઉ.વ.૩૮) એ માતાના વિયોગમાં ગળાફાંસો ખાઇ જિંદગી ટુંકાવી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.સંતાનમા બે દીકરી અને એક દિકરો ધરાવતા કિરીટસિંહના માતા રામબા (ઉ.વ.૭૩)નું અઠવાડિયા પહેલાં બિમારીના કારણે મૃત્યુ નિપજ્યુ હતુ. ત્યારથી મૃતક ગુમસુમ રહેતા હતા.
ગઇકાલે તેના પત્ની સંતાનો સાથે તેના માતાના ઘરે ગયા બાદ કિરીટસિંહે છતના આડસમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.તેના પત્ની ઝૂંપડાને આડસ કરવા જતા કિરીટસિંહ ગળાફાંસો ખાધેલી હાલતમા મળ્યા હતા. ૧૦૮ બોલાવાતા તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.માલવીયાનગર પોલીસનાં જમાદાર દિનેશભાઇ બગડાએ જરૂરી કાર્યવાહી કરી આ મામલે યોગ્ય તપાસ હાથ ધરી છે.SS1MS
