રામોલ પોલીસે ૪.૯૨ લાખના એમ.ડી. ડ્રગ સાથે દંપતીને ઝડપ્યું
અમદાવાદ, મુંબઈથી ભુજ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુસાફરી કરતું દંપતી એમ.ડી. ડ્રગનો જથ્થો લઈને આવી રહ્યું હોવાની બાતમી રામોલ પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. મોરીને મળતા તાત્કાલિક ટીમો બનાવી એક્સપ્રેસ-વે પરથી બહાર નીકળતા વળાંક પર વોચ ગોઠવી દેવાઈ હતી.
બાતમી મુજબની લક્ઝરી બસ આવતા જ તેને ઊભી રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વર્ણન અનુસારના દંપતીના સામાનની તપાસ કરતાં થેલામાંથી રૂ. ૪.૯૨ લાખનું એમ.ડી. ડ્રગ મળી આવ્યું હતું. આ ઉપરાંત, મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૫.૧૨ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આ મામલે રામોલ પોલીસે દંપતીની ધરપકડ કરી ડ્રગ આપનાર અને મગાવનાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહેતું આ દંપતી ૧૬૪ ગ્રામ ૧૫૦ મિલિગ્રામ એમ.ડી. ડ્રગ લઈને મુંબઈથી ભુજ જતી ખાનગી ટ્રાવેલ્સ બસમાં બેઠું હતું અને ભુજ ખાતે રહેતા શખ્સને ડિલિવરી આપવા જઈ રહ્યું હતું.
જોકે રામોલ પોલીસે બાતમીના આધારે વડોદરા એક્સપ્રેસ-વે પરથી બહાર નીકળતા વળાંક પાસે ટ્રાવેલ્સ બસ અટકાવી તપાસ કરતાં દંપતી પાસેથી રૂ. ૪.૯૨ લાખની કિંમતનો એમ.ડી. ડ્રગ, મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. ૫.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે હતો. આ મામલે નાર્કાેટિક્સ એક્ટ હેઠળ મોહમ્મદ જમાન શેખ અને રહીશ મોહમ્મદ જમાન શેખ (બન્ને રહે. મુંબઈ)ની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે દંપતીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે મુંબઈના હનાન ઉર્ફે રિઝવાન નામના શખ્સે એમ.ડી. ડ્રગનો જથ્થો આપ્યો હતો અને તે ભુજ ખાતે રહેતા સલામન નામના શખ્સ સુધી પહોંચાડવાનો હતો.આ તમામ હકીકતો ખૂલતા રામોલ પોલીસે દંપતીની ધરપકડ કરી છે તેમજ એમ.ડી. ડ્રગ આપનાર અને મગાવનાર બંને ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.SS1MS
