ટી-૨૦ વર્લ્ડ કપ પહેલા ન્યુઝીલેન્ડ સામેની શ્રેણીમાંથી સ્ટાર ખેલાડી બહાર!
મુંબઈ, ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ની શરૂઆત પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ડાબોડી બેટ્સમેન તિલક વર્મા ન્યુઝીલેન્ડ સામે રમાનારી ૫ મેચોની ટી૨૦ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ટી૨૦ વર્લ્ડ કપની તૈયારીઓ માટે આ શ્રેણી અત્યંત મહત્વની માનવામાં આવતી હતી, પરંતુ તિલક વર્માની ઈજાએ પસંદગીકારોની ચિંતા વધારી દીધી છે.મળતી માહિતી મુજબ, તિલક વર્મા રાજકોટમાં વિજય હઝારે ટ્રોફી રમી રહ્યો હતો.
બુધવારે સવારે નાસ્તો કર્યા બાદ તેને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. તેને તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં વિવિધ સ્કેન કરવામાં આવ્યા હતા.
રિપોર્ટમાં ‘ટેસ્ટિક્યુલર ટોર્સન’ ની પુષ્ટિ થઈ છે, જેના કારણે તેની તાત્કાલિક સર્જરી પણ કરવામાં આવી છે. હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.બીસીસીઆઈ ના સૂત્રોના જણાવ્યા અનુસાર, તિલક વર્માની સર્જરી સફળ રહી છે.
જોકે તે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી ગુમાવશે, પરંતુ એવી આશા રાખવામાં આવી રહી છે કે ૭ ફેબ્›આરીથી શરૂ થઈ રહેલા ટી૨૦ વર્લ્ડ કપના મેગા ઈવેન્ટ સુધીમાં તે પૂરો ફિટ થઈ જશે. હાલમાં પસંદગીકારો ન્યુઝીલેન્ડ શ્રેણી માટે તિલકના રિપ્લેસમેન્ટ તરીકે કોઈ અન્ય ખેલાડીના નામની જાહેરાત કરી શકે છે.SS1MS
