સરગાસણના વૃદ્ધ પાસેથી સાયબર ગઠિયા ૩૫.૨૫ લાખ પડાવી ગયા
ગાંધીનગર, ગાંધીનગરના સરગાસણમાં રહેતા વૃદ્ધને મની લોન્ડરિંગ કેસમાં નામ હોવાની ધમકી આપી સાયબર ગઠિયાએ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને તેમના બેંક ખાતામાંથી રૂ. ૩૫.૨૫ લાખની રકમ ઓનલાઇન પડાવી ગયા હોવાનો બનાવ સાયબર પોલીસ મથકમાં નોંધાયો છે.
સરગાસણમાં રહેતા હરિ કિશોર ઠાકુર ઉ.૬૭, મુળ રહે- બિહાર)એ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવાયા મુજબ હકીકત એવી છે કે તેઓ ચાર બેંકોમાં ખાતા ધરાવે છે. તા. ૧૧/૧૦/૨૦૨૫ના રોજ તેમના મોબાઈલ ફોન આવ્યો હતો. સામેથી કહ્યુ હતું કે તમારી સામે આધારકાર્ડનો ખોટો ઉપયોગ, વાયોલન્સ સેન્ટીંગ, ચાઈલ્ડ પ્રોનોગ્રાફી અને હેરેસમેન્ટ જેવા ઘણાં બધા કેસ છે.
તેમ કહી તેણે મહારાષ્ટ્ર સાયબ૨ કાઈમ બ્રાન્યના સબ ઈન્સ્પેક્ટર શંકર સુરેશ પાટીલ સાથે મોબાઈલ પર વાત કરાવી હતી. વીડિયો કોલ કરવ્યો ત્યારે તેઓ પોલીસ યુનિફોર્મમાં હતાં અને સુપ્રિમ કોર્ટનો ઓર્ડર મોકલી ધમકી આપી નિર્દાેષ હોવાનું લખાણ મેળવ્યું હતું. તે પછી ખાતરી કરવાનું કહી એક એફિડેવિટમાં પરિવારના બેંક એકાઉન્ટ સહિતની તમામ વિગતો મગાવતા મોકલી આપી હતી.
તે પછી મુંબઈમાં ૯૦ દિવસ કસ્ટડીમાં લેવામાં આવશે તેવી ધમકી આપી ગભરાવ્યા હતાં. ત્યારબાદ વીડિયો કોલથી તા.૧૧/૧૦/૨૦૨૫ના રોજ તા. ૧૭/૧૦/૨૦૨૫ સુધી ડિજિટલી એરેસ્ટ કરી ફિક્સ ડિપોઝિટ, એસ.આઈ.પી. રોકાણ કરેલુ રકમ વિડ્રો કરાવી બેંક ખાતામાં જમા કરાવ્યા હતા અને મારા ખાતાની જુદી જુદી ત્રણ બેંકમાંથી રૂ. ૧૬,૫૫,૦૦૦, ૧૪,૨૫,૦૦૦ અને ૪.૪૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૩૫,૨૫,૦૦૦ની ઓનલાઈન ટ્રાન્સફર કરાવી પડાવી લઇ છેતરપિંડી આચરી છે. તેના કારણે મારી નિવૃત્તિની તમામ બચત તેમણે ગુમાવવી દીધી હતી.SS1MS
