પોલીસ, સ્પાય અને વાર હિરોની ફિલ્મો પછી સલમાન હવે એક્શન કોમેડી કરશે
મુંબઈ, સલમાન ખાન હાલ તેની આવનારી ફિલ્મ બેટલ ઓફ સગલવાનમાં વ્યસ્ત છે, પરંતુ તેના પછી તે રાજ એન્ડ ડીકે સાથે એક એક્શન કોમેડી ફિલ્મ અંગે ચર્ચાઓના તબક્કામાં છે. રાજ નિદિમોરુ અને ક્રિશ્ના ડિકે ઓટીટી અને એક્શન થ્રિલરની દુનિયાના જાણીતા મેકર્સ છે. આ અંગે કોઈ પ્રકારની માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવી ચર્ચા છે કે સલમાન ખાન લાંબા સમય પછી ફરી એક વખત એક્શન કોમેડી ફિલ્મ કરવા વિચારી રહ્યો છે.
આ અંગેના અહેવાલો અનુસાર, હજુ આ ચર્ચા પ્રારંભિક તબક્કામાં છે. રાજ અને ડિકે એક્શન ફિલ્મમાં પણ ધારદાર હાસ્ય ઉમેરવા માટે જાણીતા છે, જો બધું યોગ્ય દિશામાં ચાલ્યું તો તેઓ એક મોટા સ્કેલની ફિલ્મ બનાવવા માગે છે.
જો આ ચર્ચાઓ સફળ રહી તો સલમાન પહેલી વખત રાજ અને ડિકે સાથે કામ કરશે. રાજ અને ડિકે માટે પણ એક નોંધપાત્ર કમર્શીયલ ફિલ્મ હશે.આ અંગે એક સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “સલમાન ખાને પ્રાથમિક વાર્તા સાંભળી હતી અને તેને રસ પણ પડ્યો છે. ભલે આ એક એક્શન ફિલ્મ હોવા છતાં સલમાન તેમાં અલગ અંદાજમાં જોવા મળશે. જોકે, હજુ તેણે આખરી સંમતિ આપી નથી.
જો બધું સમું સૂતરું રહ્યું અને સલમાન આ ફિલ્મ કરશે તો મેકર્સ ૨૦૨૬ના અંત સુધીમાં ફિલ્મનું શૂટ શરૂ થઈ જશે. હાલ તો બધું સ્ક્રિપ્ટ અને અન્ય સર્જનાત્મક બાબતો પર કામ કરવાના તબક્કામાં છે.”
હજુ તેની ચર્ચાઓ પ્રાથમિક તબક્કામાં હોવાથી કોઈ જ જાહેરાત કરવામાં આવી નથી. એક વખત સ્ક્રિપ્ટ અને ફિલ્મ કઈ રીતે બનાવવી છે, તે બધું બિલકુલ નક્કી થઈ જાય પછી જાહેરાત થઈ શકે છે. બંને પક્ષ ઇચ્છે છે કે દર્શકોને કશુંક નવું જોવા મળે સાથે જ સામાન્ય જનતા અને સલમાનના ફૅનને પણ એ જોવામાં મનોરંજન મળે.હાલ તો સલમાન બેટલ ઓફ ગલવાનનાં કામમાં વ્યસ્ત છે.
આ ફિલ્મ ૧૫ જુન ૨૦૨૦ના રોજ ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી અથડાંમણ પર આધારીત છે. જેમાં ૨૦૦ સૈનિકોએ ૧૨૦૦ ચાઇનીઝ સૈનિકોનો સામનો કર્યાે હતો. આ ફિલ્મ અપુર્વ લાખિયાએ ડિરેક્ટ કરી હતી. તેમાં ચિત્રાંગદા સિંઘ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ એપ્રિલ ૨૦૨૬માં રિલીઝ થઈ શકે છે. તાજેતરમાં જ રાજ અને ડીકેની ફેમિલી મન ૩ આવી ચુકી છે અને તેના બીજા ભાગની રાહ જોવાઈ રહી છે.SS1MS
