દીપિકા પાદુકોણ હવે રોમેન્ટિક કોમેડી ફિલ્મ કરવા માગે છે
મુંબઈ, એક્ટર દીપિકા પાદુકોણ ૫ જાન્યુઆરીએ ૪૦ વર્ષ પૂરાં કર્યાં છે, તેના આ જન્મદિવસની ઉજવણી પહેલાં તેણે એક ફૅનમીટનું આયોજન કર્યું હતું. જેનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેણે રોમ-કોમમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેમાં તેના ફૅને આ ફિલ્મ તે રણવીર સિંહ, રિતિક રોશન કે શાહરુખ ખાન સાથે કરે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. દીપિકાને જ્યારે તે રોમકોમમાં ક્યારે કામ કરશે એવું પૂછાયું તો જવાબમાં તેણે કહ્યું, “મને આશા છે કે બહુ જલ્દી.
જેમ તમે બધાં જ જાણો છો કે આ મારું સૌથી ગમતું જોનર છે, એક દર્શક તરીકે પણ અને એક કલાકાર તરીકે પણ. મને થોડું એવું થાય છે કે હાલનો માહોલ કે વાતાવરણ એવો છે..કે દર્શકોને હાલ કશુંક અલગ જોઈએ છે.
પરંતુ તમારામાંથી વધારે દર્શકોને રોમકોમ જોવી હોય તો, તો મને લાગે છે કે મોટા ભાગના દર્શકોને પણ એવી ઇચ્છા હશે.”કેટલાંક લોકોઆ આ વખતે દીપિકાને રિતિક રોશન સાથે કામ કરે એવી કે પછી બે હિરોની સ્ટોરીવાળી ફિલ્મ કરે એવી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. લોકોએ તેને શાહરુખ, રણવીર સિંહ અથવા રિતિક સાથે કામ કરવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. તો આ વખતે દીપિકાએ કહ્યું હતું, “ધુરંધરને બધું તો બરાબર છે.”ત્યારે દીપિકાએ લોકોને એમ પણ પૂછ્યું હતું કે તેણે ઓટીટી પર રોમકોમ કરવી જોઈએ કે પછી થિએટરમાં રિલીઝ થવી જોઈએ.
સાથે દીપિકાએ એમ પણ કહ્યું હતું કે હાલ ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ આવી હળવી ફિલ્મને સહકાર આપવામાં રસ લેતા નથી. તેણે કહ્યું, “આ એક એવો વિષય છે, જેના માટે મારી ટીમ અને હું પણ સતત કશુંક શોધ્યાં કરીએ છીએ.
અમે સતત કોઈ ડ્રામા, લવ સ્ટોરી કે રોમકોમ જેવા જોનરની ફિલ્મ શોધ્યા કરીએ છીએ. પણ મને લાગે છે કે ઘણા ઓછા પ્રોડ્યુસર્સ આ પ્રકારની ફિલ્મ બનાવે છે અથવા તો ઘણા ઓછા લેખકો આવી ફિલ્મ લખી રહ્યા છે.”દીપિકા છેલ્લે કલકિ ૨૮૯૮ એડી અને પછી સિંઘમ અગેઇનમાં જોવા મળી હતી. હવે તે શાહરુખ સાથે સિદ્ધાર્થ આનંદની કિંગમાં કામ કરી રહી છે અને પછી અટલીની અલ્લુ અર્જુન સાથેની સાઇ ફાઇ ફિલ્મમાં પણ કામ કરી રહી છે.SS1MS
