Western Times News

Gujarati News

ચાલતી ટ્રેનમાં ચઢવા જતી મહિલા પડી જતાં હેડ કૉન્સ્ટેબલે જીવ બચાવ્યો

RPFની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીથી અમદાવાદ મંડળમાં યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત

અમદાવાદ, પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા બળ (આરપીએફ) ના અધિકારી અને જવાન યાત્રીઓના જીવન, સન્માન અને સંપત્તિની સુરક્ષા માટે સતત સતર્ક અને પ્રતિબદ્ધ રહે છે. પાછલા ત્રણ દિવસો દરમિયાન આરપીએફ દ્વારા સતર્કતા, તાત્કાલિક નિર્ણય અને સંયુક્ત કાર્યવાહી મારફતે કેટલાય પ્રશંસનિય કામ કરવામાં આવ્યા છે, જેમાં યાત્રીઓનો કિમતી સામાન પરત કરવો, ચાલતી ટ્રેનમાં પડવાથી મહિલા યાત્રીનો જીવ બચાવવો, ખોવાયેલી યુવતીને તેના પરિવારજનો સુધી સુરક્ષિત પંહોચાડવી તથા સગીર છોકરીને લલચાવી-પટાવી લઈ જવાના મામલામાં તાત્કાલિક રેસ્ક્યૂ સામેલ છે.

1. ચાલતી ટ્રેનમાંથી પડી જવાથી મહિલા યાત્રીને જીવ બચાવ્યો

તારીખ 06.01.2026 ના રોજ અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 01, ગેટ નંબર 04 પર ડ્યૂટી પર ઉપસ્થિત મહિલા હેડ કૉન્સ્ટેબલ જાગૃતિ ચૌધરી દ્વારા સમય લગભગ 09:40 કલાકે પ્લેટફોર્મની વચ્ચે રાઉન્ડ દરમિયાન એક મહિલા યાત્રીને ચાલતી ગાડીમાં ચઢવાથી મનાઈ કરવામાં આવી. એ છતાં મહિલા દ્વારા બેકાળજીપૂર્વક ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જેનાથી તેમનું બેલેન્સ બગડી ગયું અને તેણી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં પડવા લાગી.

સ્થિતિની ગંભીરતાને સમજતાં કૉન્સ્ટેબલ જાગૃતિ ચૌધરીએ તત્પરતા બતાવતાં મહિલા યાત્રીને પકડીને તરત જ ટ્રેનથી દૂર ખેંચી લીધી, જેનાથી મોટી દુર્ઘટના ટળી ગઈ અને મહિલાનો જીવ બચાવી શકાયો. કથિત મહિલા યાત્રીનું નામ પારવાતા બાઈ (ઉંમર 65 વર્ષ), રહેવાસી યેવતમાલ,અમરાવતી (મહારાષ્ટ્ર) જણાવવામાં આવ્યું, જે પેસેન્જર ટ્રેન નંબર 22940 ના S/4 કોચ, સીટ નંબર 64 પર ઠાટ બદનેરાથી જામનગર સુધીની યાત્રા કરી રહી હતી.

2. ચોરાયેલ કિમતી મોબાઈલ અને પર્સ સફળતાપૂર્વક જપ્ત
તારીખ 05.01.2026 ના રોજ સમય 09:07 કલાકે, કન્ટ્રોલ રૂમ મારફતે ગાડી નંબર 22738 સિકંદરાબાદ એક્સપ્રેસ, કોચ S-3, સીટ નંબર 47 માં યાત્રા કરી રહેલી મહિલા યાત્રી શ્રીમતી રિતી કુમારી દ્વારા રેલ મદદ મારફતે સૂચના આપવામાં આવી કે અમદાવાદ સ્ટેશન પર આગમન વખતે ઊંઘમાંથી જાગવા પર તેમનું પિંક કલરનું પર્સ, જેમાં એક iPhone મોબાઈલ (અંદાજિત મૂલ્ય રૂ. 90,000) અને રૂ. 500/- રોકડા હતા, ચોરાઈ ગયું છે.

CPDS (ક્રાઈમ પ્રિવેન્શન ડિટેક્શન ટીમ) ઈન્ચાર્જ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI) માન સિંહે તત્પરતા બતાવતાં ફરીયાદકર્તાના પતિશ્રી કન્હૈયાલાલ શર્માથી સંપર્ક કરીને મોબાઈલનો નંબર અને IMEI ID મેળવી. આધુનિક ટેકનિકનો કુશળતાપૂર્વક ઉપયોગ કરતાં મોબાઈલની લોકેશન ટ્રેસ કરવામાં આવી, જેનાથી મોબાઈલના પાલનપુર સ્ટેશનની પાસે હોવાની માહિતી મળી.

આ સૂચનાને તાત્કાલિક DSCR (ડિવિઝનલ સિક્યૂરિટી કન્ટ્રોલ રૂમ) અમદાવાદ અને સંબંધિત ઈન્સપેક્ટરો સાથે શેર કરવામાં આવી. ત્યારબાદ ઈન્સપેક્ટર, પાલનપુર દ્વારા શોધખોળ કરીને મોબાઈલ ફોનને રેલવે ટ્રેકની પાસે એક ગેન્ગમેન પાસેથી મેળવવામાં આવ્યો, જેણે પર્સ અને મોબાઈલને બીનવારસી સ્થિતિમાં મળવાની માહિતી આપી. આ રીતે આરપીએફની સતર્કતા અને ટેકનિકલ કુશળતાથી યાત્રીના કિમતી સામાનને સુરક્ષિત રિકવર કરવામાં આવ્યો.

3. ખોટી ટ્રેનથી પહોંચેલ યુવતીને સુરક્ષિત પરિવારજનો સુધી પહોચાડી

તારીખ 07.01.2026 ના રોજ સમય 12:00 કલાકે, અમદાવાદ સ્ટેશન પ્લેટફોર્મ નંબર 01, ગેટ નંબર 04 પર એક યુવતી મહિલા કૉન્સ્ટેબલ જાગૃતિ ચૌધરી પાસે મદદ માટે આવી. યુવતીએ હિન્દી ન આવડતી હોવાનું જણાવતાં પોતાનું નામ રોસ રવિના (ઉંમર 21 વર્ષ), રહેવાસી ગામ મિરલ, જિલ્લો ગુમલા, ઝારખંડ બતાવ્યું તથા ખોટી ટ્રેનમાં બેસીને અમદાવાદ પહોંચવાની માહિતી આપી.

ડેપ્યુટી ઈન્સપેક્ટર (SIPF) બીજેન્દ્ર સિંહ અને સ્ટાફ દ્વારા યુવતીને 1098 ચાઈલ્ડ હેલ્પ લાઈન પ્રોજક્ટેના કોઑર્ડિનેટર પાસે લઈ જવામાં આવી, જ્યાં તેના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં આવ્યો. પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું કે તેનો ભાઈ ગૌતમ તેને લેવા અમદાવાદ આવી રહ્યો છે. જરૂરી કાગળોની કાર્યવાહી પૂર્ણ કરીને યુવતીને સુરક્ષિતરૂપે ચાઈલ્ડ હેલ્પ લાઈનને સુપરત કરવામાં આવી.

4. સગીર છોકરીના અપહરણનો મામલો ઉકેલ્યો

તારીખ 07.01.2026 ના રોજ સમય 00:03 કલાકે, DSCR (ડિવિઝનલ સિક્યૂરિટી કન્ટ્રોલ રૂમ) અમદાવાદને સૂચના મળી કે એક 17 વર્ષની સગીર છોકરીનું લલચાવી-પટાવી અપહરણ કરી લેવામાં આવ્યું છે, જે ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ માં યાત્રા કરી રહી છે.

મામલાની ગંભીરતા જોતાં ઈન્સપેક્ટર, અમદાવાદના નિર્દેશનમાં રચાયેલ CPDS (ક્રાઈમ પ્રિવેન્શન ડિટેક્શન ટીમ) દ્વારા ટ્રેનના અમદાવાદ આગમન પર ગહન તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કૉન્સ્ટેબલ રામવતાર સ્વામી અને કૉન્સ્ટેબલ નન્નૂ રામ મીણાએ શંકાસ્પદ છોકરા-છોકરીને રોક્યા, જેમનો મળેલા ફોટો સાથે મેળ આવતો હતો.

પૂછપરછમાં સંતોષકારક ઉત્તર ન મળવા પર બંનેને ડિટેન કરવામાં આવ્યા. પછીથી અમદાવાદ ક્રાઈમ પોલિસ ટીમને જાણ કરીને અપહરણના મામલામાં આગળની કાર્યવાહી માટે છોકરી અને આરોપીને સુપરત કરવામાં આવ્યા તથા સંબંધિત થાણા રાયગંજ (પં. બંગાળ) ને પણ માહિતી આપવામાં આવી. આ રીતે આરપીએફની સતર્કતાથી એક ગંભીર અપરાધનો સમય અગાઉ ખુલાસો કરવામાં આવ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.