૬૦૦ વિદ્યાર્થીઓએ ‘કરુણા અભિયાન’ અંતર્ગત ‘પક્ષી બચાવો’ અંગેની પ્રતિજ્ઞા લીધી
અમદાવાદની સેવન્થ ડે શાળામાં ધારાસભ્યશ્રી અમુલભાઈ ભટ્ટ અને જિલ્લા શિક્ષણ અધિકારીના નેતૃત્વ હેઠળ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું
અમદાવાદની સેવેન્થ ડે આઈસીએસસી બોર્ડની શાળાના ૬૦૦ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને ધારાસભ્યશ્રી અમુલભાઈ ભટ્ટ અને જિલ્લા શિક્ષણ અધિકારીના નેતૃત્વ હેઠળ તથા શાળાના એડમિનિસ્ટ્રેટિવ શ્રી રોહિત ચૌધરીના માર્ગદર્શનમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ કાર્યક્રમમાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પક્ષીઓના રક્ષણ માટે કરુણા અભિયાન અંતર્ગત વિધાર્થીઓ પાસે “પક્ષી બચાવો” અંતર્ગત પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
આ ઉપરાંત ઉચ્ચતર માધ્યમિકમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું. સાથેજ મણિનગર વિસ્તારના ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં ઓપન ફોરમ પ્રશ્નોતરી દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ કારકિર્દી અંતર્ગત મુંઝવતા પ્રશ્નો પૂછી કાર્યક્રમને સફળ બનાવાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને એક નવી દિશા મળે તે સુનિશ્ચિત કરવાનો હતો. નામાંકિત કારકિર્દી સલાહકાર શ્રી મોહિત મંગલ સર, કુમકુમ વિદ્યાલયના આચાર્ય શ્રી ડો.મહેશભાઈ ઠક્કર, વોકેશનલ ગાઈડન્સ સમગ્ર શિક્ષા માંથી અમુલભાઈ સોનારા, નિમા વિદ્યાલયના આચાર્ય શ્રી સહદેવસિંહ સોનગરા, શાળાના એડમિનિસ્ટ્રેટિવ અધિકારી શ્રી રોહિતભાઈ ચૌધરી તેમજ ખોખરા વિસ્તારના કાઉન્સિલર શ્રીઓ પણ હાજર રહ્યા. શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને આચાર્યો સહિત સૌ કોઈ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
