Western Times News

Gujarati News

નાગપુર મહારાષ્ટ્રના લીલાબેનના અંગદાનથી અમદાવાદ સિવીલને એક લીવર, બે કીડનીનું દાન મળ્યું

સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2026 નું પ્રથમ અંગદાન:-અત્યાર સુધી કુલ 224 અંગદાન

આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધી 198 લીવર, 412 કીડની, 18 સ્વાદુપિંડ, 72 હૃદય, 6 હાથ, 34 ફેફસાં, 2 નાનાં આંતરડાં, 164 ચક્ષુ તથા 30 ચામડીનું દાન મળ્યુ છે.

અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી દિલીપ દેશમુખ (દાદા) એ અંગદાન માટે લીલાબેનના સંતાનોને સમજાવતા અંગદાન માટે સંમતિ આપી ડૉ‌. રાકેશ જોષી તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ

Ahmedabad, સિવિલ હોસ્પિટલ માં થયેલ આ અંગદાનની વિગતો જણાવતા સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ઉમરેડ નાગપુર મહારાષ્ટ્રના રહેવાસી  એવા 56 વર્ષીય લીલાબેન રોત વિરમગામ ખાતે દીકરીને મળવા આવેલ જ્યાં  તારીખ 03.01.2025 ના રોજ મગજ માં હેમરેજ થતા સારવાર માટે પ્રથમ વિરમગામની સપામ હોસ્પિટલ અને ત્યારબાદ તા. 04.01.2025 ના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ આવેલ.

સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરોએ લીલાબેન તારીખ 06.01.2025 ના રોજ બ્રેઇન ડેડ હોવાનુ નિદાન કર્યુ. સિવિલ હોસ્પિટલ અંગદાન ટીમ દ્વારા તેમના દીકરા  દીકરીને લીલાબેન બ્રેઇન ડેડ હોવાનુ તેમજ તેમના અંગોનુ દાન કરવા સમજાવ્યા હતા.

પિતાની ગેરહાજરીમાં આવી કઠિન પરિસ્થિતિ માં માતાના અંગદાન અંગેનો નિર્ણય લેવો બાળકો માટે ખૂબ જ કપરો હતો.  સિવિલ હોસ્પિટલ દ્વારા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ ના દીલીપ દેશ્મુખ દાદાનો સંપર્ક કરતા તેમણે જાતે આવી પિતા વિહીન બાળકોને લીલાબેનની બ્રેનડેડ પરિસ્થિતિ તેમજ અંગદાન કરવા  સમજાવી અંગદાન માટે સંમતિ મેળવી હતી.

સિવિલ હોસ્પિટલ ખાતે આજદિન સુધીમાં કુલ  224 અંગદાન થકી કુલ 742 અંગોનું દાન મળ્યું છે. આમ જોઇએ તો 164 ચક્ષુ તેમજ 30 ચામડીના દાન મળી કુલ 194 પેશી ઓ સાથે કુલ 936 અંગો તેમજ પેશીઓનુ દાન સિવિલ હોસ્પિટલ દ્વારા આજદીનસુધી મેળવવામાં આવ્યુ છે તેમ ડૉ‌.જોષી એ વધુ માં જણાવ્યુ હતુ.

આ  અંગદાનથી મળેલ  બે કિડની તેમજ એક લીવરને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે તેમ  ડૉ. જોશીએ જણાવ્યુ હતુ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.