Western Times News

Gujarati News

સરગાસણના વૃદ્ધ પાસેથી સાયબર ગઠિયા રૂ.૩પ.રપ લાખ પડાવી ગયા

ગાંધીનગર, ગાંધીનગરના સરગાસણમાં રહેતા વૃદ્ધને મની લોન્ડરિંગ કેસમાં નામ હોવાની ધમકી આપી સાયબર ગઠિયાએ ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને તેમના બેંક ખાતામાંથી રૂ.૩પ.રપ લાખની રકમ ઓનલાઈન પડાવી ગયા હોવાનો બનાવ સાયબર પોલીસ મથકમાં નોંધાયો છે.

સરગાસણમાં રહેતા હરિ કિશોર ઠાકુર ઉ.૬૭, મુળ રહે બિહાર એ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવાયા મુજબ હકીકત એવી છે કે તેઓ ચાર બેંકોમાં ખાતા ધરાવે છે. તા.૧૦.૧૧.ર૦રપના રોજ તેમના મોબાઈલ ફોન આવ્યો હતો સામેથી કહ્યું હતું કે તમારી સામે આધારકાર્ડનો ખોટો ઉપયોગ, વાયોલન્સ સેન્ટીંગ, ચાઈલ્ડ પોનોગ્રાફી અને હેરેસમેન્ટ જેવા ઘણાં બધા કેસ છે.

તેમ કહી તેણે મહારાષ્ટ્ર સાયબર ક્રાઈમ બ્રાંચના સબ ઈન્સ્પેકટર શંકર સુરેશ પાટીલ સાથે મોબાઈલ પર વાત કરાવી હતી. વીડિયો કોલ કરાવ્યો ત્યારે તેઓ પોલીસ યુનિફોર્મમાં હતા અને સુપ્રિમ કોર્ટનો ઓર્ડર મોકલી ધમકી આપી નિર્દોષ હોવાનું લખાણ મેળવ્યું હતું.

તે પછી ખાતરી કરવાનું કહી એક એફિડેવિટમાં પરિવારના બેંક એકાઉન્ટ સહિતની તમામ વિગતો મગાવતા મોકલી આપી હતી. તે પછી મુંબઈમાં ૯૦ દિવસ કસ્ટડીમાં લેવામાં આવશે તેવી ધમકી આપી ગભરાવ્યા હતા.

ત્યારબાદ વીડિયો કોલથી તા.૧૧.૧૦.ર૦રપના રોજ તા.૧૭.૧૦.ર૦રપ સુધી ડિજિટલી એરેસ્ટ કરી ફિકસ ડિપોઝિટ, એસ.આઈ.પી. તથા એસસીએસએસમાં રોકાણ કરેલુ રકમ વિડ્રો કરાવી બેંક ખાતામાં જમા કરાવ્યા હતા અને મારા ખાતાની જુદી જુદી ત્રણ બેંકમાંથી રૂ.૧૬,પપ,૦૦૦, ૧૪,રપ,૦૦૦ અને ૪,૪પ,૦૦૦ મળી કુલ રૂ.૩પ,રપ,૦૦૦ની ઓનલાઈન ટ્રાન્સફર કરાવી પડાવી લઈ છેતરપિંડી આચરી છે તેના કારણે મારી નિવૃતિની તમામ બચત તેમણે ગુમાવવી દીધી હતી.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.