સુરતમાં હીરા ગોલ્ડના પાનસુરિયા બંધુએ 5 કરોડનું ઉઠમણું કર્યું
દાગીના બનાવવા ભાગીદારનું સોનું લઈ ફરાર થઈ ગયા
સુરત, અશ્વિનીકુમાર રોડ પર આવેલી અમર સ્વર્ણ મંદિર જ્વેલર્સમાંથી ઘરેણાં બનાવવા માટે આપેલું રૂ.પ.૦૩ કરોડની કિમતનું સોનું લઈને પેઢી બંધ કરીને નાસી જનારા હીરા ગોલ્ડ પેઢીના ભાગીદાર પાનસુરિયા બંધુઓ સામે અશ્વિનીકુમાર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
વરાછામાં અમર જ્વેલર્સ નામની દુકાન ધરાવતા અલ્પેશ અને નિતેશનો સરથાણામાં રહેતા નીતિન ચિમનભાઈ પાનસુરિયા અને તેના ભાઈ મનિષ સાથે થયો હતો. આ બન્ને ભાઈઓ વરાછા મીનીબજારમાં આવેલા સરદાર આવાસમાં હીરા ગોલ્ડના નામે સોનાના ઘરેણાં બનાવવાનું કામ કરે છે.
પોતાના દિકરા સાથે ધંધો કરતા હોવાથી મગનભાઈને તેના પર વિશ્વાસ બેસી જતાં તેમણે આ બંધુઓએ સોનાના ઘરેણાં સમયસર બનાવી આપી વિશ્વાસ કેળવી લીધો હતો. બાદમાં આ બંધુઓએ ર૭-પ-ર૦રપથી તા.ર૦-૧૦-ર૦રપ દરમિયાન મગનભાઈ પાસેથી રૂ.પ.૦૩ કરોડની કિંમતનું ૪૦રર.૧પ ગ્રામ ર૪ કેરેટ સોનું લઈને તેના ઘરેણા નહીં બનાવી આપી કારખાનું અને મોબાઈલ ફોન બંધ કરીને નાસી ગયા હતા.
પાનસુરિયા બંધુઓને કુલ ૮પ૦૦ ગ્રામ સોનું આપ્યું હતું. પુત્રો દ્વારા સંપર્ક થતાં વિશ્વાસ રાખીને મગનભાઈએ આરોપી પાનસુરિયા બંધુને કુલ ૮પ૦૦ ગ્રામ સોનું ઘરેણા બનાવવા માટે આપ્યું હતું જેમાંથી તેમને ૪૪૭૭.૮૬ ગ્રામ સોનાના ઘરેણા બનાવી આપ્યા હતા.
