હવે વીજળી કે ડીઝલ નહીં પણ ‘હાઈડ્રોજન’થી દોડશે ટ્રેન, જાણો ક્યારે શરૂ થશે ટ્રાયલ
વર્ષ ૨૦૨૮ સુધીમાં આ ટ્રેનનું કોમર્શિયલ ઓપરેશન શરૂ કરી દેવામાં આવે. ટ્રેનની સાથે સાથે ભારતમાં હવે હાઈડ્રોજન કાર પણ લોન્ચ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.
નવી દિલ્હી: ભારતીય રેલવે હવે ટેકનોલોજીની દુનિયામાં વિશ્વને ટક્કર આપવા માટે સજ્જ થઈ ગયું છે. પર્યાવરણને બચાવવા અને શૂન્ય કાર્બન ઉત્સર્જનના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારત દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન (Hydrogen Train) લોન્ચ કરવા જઈ રહ્યું છે. હરિયાણાના જીંદમાં દેશના પ્રથમ હાઈડ્રોજન પ્લાન્ટમાં ટેન્કરોમાં ગેસ ભરવાનું સફળ પરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
Bharat’s Hydrogen Journey ! For the first time in India a hydrogen-powered train is set for its final commissioning, a landmark that showcases India’s rise as a technological powerhouse, driving innovation on the global stage.
Bharat’s Hydrogen Journey !
For the first time in India a hydrogen-powered train is set for its final commissioning, a landmark that showcases India’s rise as a technological powerhouse, driving innovation on the global stage. 🇮🇳#HydrogenTrain pic.twitter.com/RGwt5COKIC— Ministry of Railways (@RailMinIndia) August 13, 2025
કયા રૂટ પર દોડશે પ્રથમ ટ્રેન?
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાઈડ્રોજન ટ્રેનનો પાયલોટ પ્રોજેક્ટ હરિયાણાના જીંદ-સોનીપત રૂટ (આશરે ૯૦ કિમી) પર શરૂ કરવામાં આવશે.
-
ટ્રાયલ રન: જાન્યુઆરી ૨૦૨૬
-
ખાસિયત: આ ટ્રેન પ્રદૂષણ મુક્ત હશે, કારણ કે તે ગ્રીન ફ્યુઅલ હાઈડ્રોજન પર ચાલશે.
હાઈડ્રોજન ટ્રેનની શક્તિ અને ક્ષમતા
ભારતની આ ટ્રેન વિશ્વની સૌથી લાંબી અને પાવરફુલ બ્રોડગેજ હાઈડ્રોજન ટ્રેન માનવામાં આવે છે. તેની ટેકનિકલ વિગતો નીચે મુજબ છે:
| વિગત | માહિતી |
| કુલ સિલિન્ડર | ૨૭ હાઈડ્રોજન સિલિન્ડર |
| સંગ્રહ ક્ષમતા | કુલ ૨૨૬.૮ કિલો હાઈડ્રોજન |
| માઈલેજ | ૧૮૦ કિમી માટે અંદાજે ૩૬૦ કિલો હાઈડ્રોજન |
| ઈંધણ પ્રકાર | ગ્રીન હાઈડ્રોજન (Zero Carbon Emission) |
ભારતીય રેલવે પર્યાવરણને બચાવવા અને ટેકનોલોજીમાં વિશ્વને ટક્કર આપવા માટે એક ક્રાંતિકારી પગલું ભરી રહી છે. હરિયાણાના જીંદમાં દેશના પ્રથમ હાઈડ્રોજન પ્લાન્ટમાં ટ્રેનના ટેન્કરોમાં હાઈડ્રોજન ભરવાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ટ્રેન ડીઝલ કે ઈલેક્ટિÙસિટીના બદલે ગ્રીન ફ્યુઅલ હાઈડ્રોજન પર ચાલશે, જેનાથી પ્રદૂષણ શૂન્ય થઈ જશે.
દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનો પાયલોટ પ્રોજેક્ટ હરિયાણાના જીંદ-સોનીપત રૂટ(આશરે ૯૦ કિમી) પર હાથ ધરવામાં આવશે. રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ, જાન્યુઆરી ૨૦૨૬માં આ ટ્રેનનો ટ્રાયલ રન શરૂ થવાની પૂરી શક્્યતા છે. આ માટે જીંદમાં ખાસ હાઈડ્રોજન પ્લાન્ટ તૈયાર કરાયો છે, જ્યાં સ્ટોરેજ અને રિફિલિંગની આધુનિક સુવિધાઓ છે.
ભારતીય રેલવેની આ અત્યાધુનિક હાઈડ્રોજન ટ્રેનમાં કુલ ૨૭ હાઈડ્રોજન સિલિન્ડર લગાવવામાં આવ્યા છે, જેમાં પ્રત્યેક સિલિન્ડર ૮.૪ કિલો ગેસ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મુજબ, ટ્રેનમાં એકસાથે કુલ ૨૨૬.૮ કિલો હાઈડ્રોજન ભરી શકાય છે. માઈલેજની વાત કરીએ તો, આ ટ્રેન અંદાજે ૩૬૦ કિલો હાઈડ્રોજનના વપરાશમાં ૧૮૦ કિમી સુધીનું અંતર કાપવા સક્ષમ છે.
તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને વિશ્વની સૌથી લાંબી અને પાવરફુલ બ્રોડગેજ હાઈડ્રોજન ટ્રેન માનવામાં આવે છે, જે ભારતને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે. ભારતીય રેલવેએ ૨૦૩૦ સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન લક્ષ્ય રાખ્યું છે. આ યોજના હેઠળ, હાઈડ્રોજન ટ્રેનોને શરૂઆતમાં પહાડી વિસ્તારો અને હેરિટેજ રૂટ(જેમ કે કાલકા-શિમલા) પર ચલાવવામાં આવશે જેથી ત્યાંના કુદરતી વાતાવરણને કોઈ નુકસાન ન થાય.
ભારતે જર્મની, ફ્રાન્સ અને સ્વીડન જેવા દેશોની હાઈડ્રોજન ટેકનોલોજીનો અભ્યાસ કરીને આ ટ્રેન તૈયાર કરી છે. ભારતની આ ટ્રેન અન્ય દેશો કરતા વધુ આધુનિક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રેલવેનું લક્ષ્ય છે કે વર્ષ ૨૦૨૮ સુધીમાં આ ટ્રેનનું કોમર્શિયલ ઓપરેશન (સામાન્ય જનતા માટે) શરૂ કરી દેવામાં આવે. ટ્રેનની સાથે સાથે ભારતમાં હવે હાઈડ્રોજન કાર પણ લોન્ચ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.
