Western Times News

Gujarati News

ઈરાનના ૧૦૦ શહેરોમાં મોંઘવારી વિરુદ્ધ હિંસક પ્રદર્શનો: પોલીસકર્મીની ચાકુ મારીને હત્યા

મોસ્કો/વોશિંગ્ટન, ઈરાનમાં મોંઘવારી વિરુદ્ધ ૧૦ દિવસથી ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે ગુરુવારે રાત્રે પરિસ્થિતિ વધુ વણસી. દેશભરમાં ૧૦૦થી વધુ શહેરોમાં પ્રદર્શનો થયા છે.પ્રદર્શનકારીઓએ રસ્તાઓ બ્લોક કર્યા, આગ લગાડી. લોકોએ “ખામેનેઈને મોત” અને “ઇસ્લામિક રિપબ્લિકનો અંત થયો” જેવા નારા લગાવ્યા. કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓ ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવીના સમર્થનમાં રહ્યા.

તેઓ ‘આ છેલ્લી લડાઈ છે, શાહ પહેલવી પાછા ફરશે’ના નારા લગાવી રહ્યા હતા.અમેરિકી હ્યુમન રાઇટ્‌સ એજન્સી અનુસાર, પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં અત્યાર સુધીમાં ૪૫ લોકો માર્યા ગયા છે, જેમાં ૮ બાળકોનો સમાવેશ થાય છે. એક પોલીસ અધિકારીની ચાકુ મારીને હત્યા કરવામાં આવી.

જ્યારે ૨,૨૭૦થી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની લોકોનું સમર્થન કરતા કહ્યું કે જો તેમના અવાજને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમે છોડીશું નહીં. ત્યારબાદ દેશભરમાં ઇન્ટરનેટ અને ફોન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

તે જ સમયે, તેહરાન એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે.આ અશાંતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરી ધમકી આપી છે કે જો પ્રદર્શનકારીઓને મારવામાં આવશે તો અમેરિકા ઈરાન પર હુમલો કરશે. ટ્રમ્પે કહ્યું, “મેં તેમને કહી દીધું છે કે જો તેઓ લોકોને મારવાનું શરૂ કરશે, જેવું કે તેઓ તેમના રમખાણોમાં અવારનવાર કરે છે, તો અમે તેમને ખૂબ જ જોરદાર રીતે નિશાન બનાવીશું.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.