કાંદિવલી-બોરીવલી વચ્ચે બ્લોકને કારણે ૧૦-૧૧ની ટ્રેનોને અસર થશે
અમદાવાદ, પશ્ચિમ રેલવેના કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યને કારણે ૧૮મી જાન્યુઆરી સુધી બ્લોક લેવામાં આવ્યો હોવાથી આગામી દિવસોમાં અનેક ટ્રેનસેવા પ્રભાવિત થશે. મુસાફરોને નવા શિડ્યૂલને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ ૧૦મી જાન્યુઆરીના રોજ વસઇ પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. એટલે કે, આ ટ્રેન વસઇ રોડ-બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ જ રીતે ૧૧મી જાન્યુઆરીના રોજ ટ્રેન નં. ૧૯૪૧૭ બોરીવલી-અમદાવાદ એક્સપ્રેસ વસઇ રોડથી જ ઓરિજિનેટ થશે.
એટલે કે, આ ટ્રેન બોરીવલી-વસઇ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ સિવાય ૧૦મી જાન્યુઆરીએ ટ્રેન નં. ૧૨૯૦૨ અમદાવાદ-દાદર એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય કરતાં ૨૦ મિનિટ રિ-શિડ્યૂલ થશે. આ જ રીતે ૧૦મીના રોજ ટ્રેન નં. ૧૯૨૧૮ વેરાવળ-બાંદ્રા ટર્મિનસ ૪૫ મિનિટ રિ-શિડ્યૂલ થશે. એટલે કે, આ ટ્રેન વેરાવળથી ૧૨-૩૫ મિનિટે પ્રસ્થાન કરશે.
આ સિવાય ૧૧મી જાન્યુઆરીના રોજ ટ્રેન નં. ૨૨૯૫૩ મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ ૩૦ મિનિટ રિ શિડ્યૂલ થશે. એટલે કે, આ ટ્રેન સવારે ૬-૧૦ મિનિટે પ્રસ્થાન કરશે. આ ટ્રેનો મારફતે મુસાફરી કરનારા મુસાફરોએ જાહેર કરવામાં આવેલા નવા શિડ્યૂલને ધ્યાનમાં રાખીને આયોજન કરવા તાકીદ કરાઈ છે.SS1MS
