Western Times News

Gujarati News

રાજકોટના ઉપલેટામાં રાતથી સવાર સુધીમાં ૪ વખત ભૂકંપ

રાજકોટ, રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજી પંથકમાં છેલ્લા ૧૨ કલાકમાં ભૂકંપના ૫ આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. શુક્રવારે વહેલી સવારે ૩.૮ની તીવ્રતાનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી.મળતી માહિતી અનુસાર, ધોરાજી અને ઉપલેટામાં વહેલી સવારે ૩.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપનું એપિસેન્ટર ઉપલેટાથી ૨૮ કિ.મી. દૂર નોંધાયું હતું. આ આંચકો એટલો તીવ્ર હતો કે જેતપુર, જેતલસર, પેઢલા, સરધારપુર, નાની-મોટી પરબડી તેમજ ધોરાજી અને ઉપલેટા શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પષ્ટ કંપન અનુભવાયું હતું.

નોંધનીય છે કે આ પંથકમાં ગઈકાલે રાત્રે પણ ધરતી ધ્‰જી હતી. ઉપલેટામાં પહેલો આંચકો ગુરુવારે (આઠમી જાન્યુઆરી) રાત્રે ૮ઃ૪૪ વાગ્યે ૩.૩ની તીવ્રતાનો અને એના પછી વધુ એક આંચકો આવ્યો હતો. જ્યારે ત્રીજો અને ચોથો આંચકો શુક્રવારે વહેલી સવારે ૬ઃ૧૯ અને ૬ઃ૫૮ વાગ્યે ૩.૮ની તીવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ધોરાજીમાં ૭ઃ૦૧ વાગ્યે ભૂંકપ અનુભવાયો હતો. જેના કારણે લોકો ભયભીય થઇ ગયા હતા. સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.