મેં મારું પોતાનું અલગોરિધમ બનાવ્યું છે: તાપસી પન્નુ
મુંબઈ, તાપસી પન્નુ છેલ્લા ૧૫ વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે, તે ઇન્ડસ્ટ્રીમાં કોઈની ઓળખાણ કે પરિવારના સહકાર વિના ઇન્ડસ્ટ્રીમાં આવી હતી. તેણે આવતાં પહેલાં જ સ્વીકારી લીધું હતું કે તેના માટે કશું સહેલું નહીં હોય. પરંતુ તેને વિશ્વાસ હતો કે તે પોતાના વિચાર સ્પષ્ટ રાખશે અને પોતાનાં નિર્ણય પર દૃઢ રહેશે તો તે પોતાની કૅરિઅરને લાંબા ગાળે એક વારસો બનાવી શકશે.તેણે આ વર્ષાેમાં લોકપ્રિય અને વિચારપ્રેરક દેરક પ્રકારની ફિલ્મ કરી છે.
તેણે પિંક, ધ ગાઝી એટેક, મુલ્ક, મનમર્ઝિયાં, મિશન મંગલ, સાંડ કી આંખ, હસીન દિલરુબા અને ડંકી જેવી ફિલ્મ કરી છે. ત્યારે ઇન્ડસ્ટ્રી બહારથી આવીને સફળતા મેળવવા પર તાપસીએ કહ્યું, “મને ખબર હતી કે કશું જ સહેલું નહીં હોય.”તાપસી કહે છે, “પંરતુ કોઈએ ક્યારેય ન કર્યું હોય એવું કશુંક જોઈતું હોય, તો તમારે એવું કશુંક કરવું જોઈએ જે, કોઈએ ક્યારેય ન કર્યું હોય.
મારે એ યાદ રાખવું પડશે કે હું જે કામ કરું છું તે મારી આવનારી પેઢીઓ માટે છે, તેથી જીવનના દરેક તબક્કે મારે એને સ્વીકારવું પડશે. હું અહીં કોઈ બીજાની નકલ કરવા નથી આવી. નહીંતર મારું ખું જીવન કોઈની નકલ બની જશે.
દરેકની પોતાની અલગ હાજરી અને પોતાનો અલગ અવાજ છે, એમાં મારે મારી ઓળખ અને મારો અવાજ શોધવો પડશે, તો જ હું એક લાંબા ગાળાની અસર છોડી શકીશ.”તેણે જે રીતે ફિલ્મો સ્વીકારી તે અંગે વાત કરતા તાપસી કહે છે, “પહેલાં તો મેં સાઉથમાં મારી કૅરિઅરની શરૂઆતમાં લોકપ્રિય વિષયની ફિલ્મો જ કરી હતી પરંતુ પછી મને સમજાયું કે આ મારો રસ્તો નથી.
તેના માટે મારે કેટલીક નિષ્ફળતાઓ અને નિરાશાઓનો પણ સામનો કરવો પડ્યો છે. મને સમજાયું કે જે ફિલ્મ વધુ લોકોને સ્પર્ષી શકે અને દર્શકો જેને સ્વીકારી શકે, એવી ફિલ્મમાં મારું મન અને શરીર બિલકુલ એકસુર થઈને કામ કરે છે. તેથી હવે હું મારા અંતરાત્માનો અવાજ જ સાંભળું છું.
જે ફિલ્મમાં માત્ર બેંક અકાઉન્ટમાં એન્ટ્રી થતી હોય એવી ફિલ્મ હું સ્વીકારતી નથી, હું એવી જ ફિલ્મ કરું છું જે મારી સર્જનાત્મક ક્ષમતાઓને કારણે મારા માટે એક નવી કેડી કંડારે, જેના પર બહુ ઓછા લોકો ચાલ્યા હોય. એવા ઘણા રોલ અને ફિલ્મો હતી, જે મને સરળતાથી મળી જતી હતી અને મને કહેવાતું હતું કે ટોપ પર પહોંચવા માટે મારે આ જ ફિલ્મો કરવી જોઈએ, પણ એમાંથી એક પણ ફિલ્મ ચાલી નહોતી.
પરંતુ એ બધા વિકલ્પોથી ઉલટા ચાલીને મેં કેટલીક ચોક્કસ ફિલ્મ સ્વીકારી, જે એ લિસ્ટર હિરોઇન નહોતી સ્વીકારતી. મને એવું સમજાતું હતું કે આ ફિલ્મોથી દર્શકોને અસર થશે અને તેમને આ ફિલ્મ સ્પર્ષી જશે. જ્યારે એ ફિલ્મો ચાલે છે, ત્યારે મને સમજાયું કે અંતરાત્માનો અવાજ સાંભળીને જ ફિલ્મ સ્વીકારવી જોઈએ. મેં મારું પોતાનું અલગોરીધમ બનાવ્યું છે.”SS1MS
