યશની ટોક્સિકનું ટીઝર લોંચઃ ડેડી ઇઝ હોમ
મુંબઈ, લાંબા સમયથી યશની ટોક્સિકની ચર્ચા છે અને તેની એક્ટ્રેસીસ અને યશના લૂક એક પછી એક લોંચ થઈ રહ્યાં છે, તેથી ફિલ્મ અંગેનો ઉત્સાહ દિવસેને દિવસે વધી રહ્યો છે.
હવે તેનું ટીઝર લોંચ કરવામાં આવ્યું છે અને યશના ફૅન્સને તેની ક્›ર અંધારી આલમની ઝલક જોવા મળી છે. તેની કારની અંદરની ક્ષણો કે પછી સિગાર ફુંકતા તેના સીન અને એક ગન ખભ્ભા પર અદાથી લઇને તેને ચાલતો દર્શાવીને તેની અંધારી, હિંસક દુનિયાનો પરિચય આપીને જાહેર કરાયું છે, ‘ડેડી ઇઝ હોમ’.ગુરુવારે આ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, તેનાથી ગીતુ મોહનદાસે ડિરેક્ટ કરેલી એ ફિલ્મમાં યશના પાત્રની પહેલી ઝલક મળે છે.
મેકર્સ દ્વારા સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેની કૅપ્શનમાં લખાયું હતું, ‘તમારા જોખમે સારો લૂક મેળવો – રાયા આવે છે..’વીડિયોની શરૂઆત એક અંતિમક્રિયાના દૃશ્ય સાથે થાય છે, તેના પછી એક પરિવાર ઉતાવળમાં સ્મશાનમાંથી ભાગતો દેખાય છે, ત્યાં આ સ્થળ પર એક ગાડી આવી પહોંચે છે. તેની અંદર યશ કોઈની સાથે અંગત પળો માણતો દેખાય છે. તે બહાર ઉતરે છે અને જાહેર થાય છે કે તે રાયા છે, ખુલ્લા શરીરે બહાર આવે છે અને પછી કાળો ઓવરકોટ ચડાવે છે.
સિગારનાં ધુમાડામાંથી તેનો ચહેરો બહાર આવતો દેખાય છે. તે પછી તે ગનથી ફાયરિંગ શરૂ કરી દે છે અને અંતિમ વિધિ કરતા પરિવારને નિશાન બનાવે છે. પછી યશ કહેતો દેખાય છે, ‘ડેડી ઇઝ હોમ’.લોકોએ આ ફિલ્મના ટીઝરને હોલિવૂડ ફિલ્મ સાથે સરખાવ્યું છે, ગીતુ અને યશે સાથે મળીને આ ફિલ્મ લખી છે. આ ફિલ્મમાં યશ સાથે નયનતારા, કિઆરા અડવાણી, તારા સુતરિયા, હુમા કુરેશી, અક્ષય ઓબેરોય અને સુદેવ નાયર, રુકમિણી વસંત પણ છે. આ ફિલ્મ ધુરંધર ૨ સાથે બોક્સ ઓફિસ પર ટક્કર લેશે, ફિલ્મ ૧૯ માર્ચે રિલીઝ થઈ રહી છે.SS1MS
