પ્રિયંકાની પાઇરેટ એડવેન્ચર ફિલ્મનું ટીઝર લોંચ થયું
મુંબઈ, પ્રિયંકા ચોપરા ફ્રેન્ક ઇવાન ફ્લાવર્સ જુનિયર સાથે પાઇરેટ એડવેન્ચર ફિલ્મ ‘ધ બ્લફ’ પર કામ કરી રહી છે. આ ફિલ્મ ફેબ્›આરીમાં એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ રહી છે.
તેનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો હતો, પ્રિયંકાએ પણ આ ફિલ્મના કેટલાક સીન માટે ખાસ મહેનત કરી તે અંગે પણ વાત કરી હતી. આ ફિલ્મમાં પ્રિયંકા એર્સેલ બોડનનો રોલ કરી રહી છે, જે એક સમુદ્રી લૂંટારાના રોલમાં છેય બ્લફમાં તેની સાથે કાર્લ અર્બન પણ છે.
આ ફિલ્મ ૨૫ ફેબ્›આરીએ રિલીઝ થશે. આ ફિલ્મમાંથી પ્રિયંકા અને કાર્લના લૂક જાહેર કર્યા છે, જે ખુંખાર લાગે છે. આ ફિલ્મમાં ૧૮૦૦ની વાત છે, જે એર્સેલ પર આધારીત છે, જે વર્ષાે પહેલાં પોતાનાં કબીલામાંથી ભાગી ગઈ છે, તેથી જુના કબીલાનાં લોકો તેના પર હુમલો કરે છે. તે વખતે તે બ્લડી મેરી નામથી ઓળખાતી હતી, જે હવે માતા બની ચુકી છે અને કેમેન્સના ટાપુઓ પર શાંતિથી જીવે છે. એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ આ પાત્ર માટેની તૈયારી વિશે વાત કરી હતી.
પ્રિયંકાએ કહ્યું હતું, “મને આ પહેલાં મહિલા સમુદ્રી ચાંચિયાઓ વિશે કંઈ જ ખબર નહોતી. મને એ પણ ખબર નહોતી કે આવું કોઈ ચલણ પણ હતું અને ચાંચિયાગિરી માત્ર ડિઝનીની કાલ્પનિક દુનિયામાં નહોતી ત્યારે મહિલાઓ તેની આગેવાની પણ લેતી હતી. એ ડરામણું, ખુંખાર અને ક્›ર હતું.”
આ રોલની તૈયારી વચ્ચે પ્રિયંકાના ડિરેક્ટરે પણ તેની મહેનતના વખાણ કર્યા હતા. “આ ફિલ્મમાં પ્રિયંકાને તેના એક મા તરીકે મસલ્સ બતાવવા મળ્યા અને વાસ્તવિક જીવનના આદર્શ સુપર હિરો તરીકે જોવા મળશે. તેના કામ સાથેના મુલ્યો અદ્દભુત છે, પણ એ જોરદાર અભિનય કરી જાણે છે.
એની ફાઇટ કોરિયોગ્રાફીમાં અમારે બધું જ વાસ્તવિક કરવું હતું. એને ગંદી ફાઇટ કરવાની હતી. એને લાલચુ, ગંદુ અને લોહીલૂહાણ થવાનું હતું. એના પરથી જ અંદાજ આવે છે કે ફિલ્મ કેવી હશે.” થોડાં વખત પહેલાં પ્રિયંકાએ પણ ધ બ્લફના સેટ પરથી તેની કેટલીક તસવીરો શેર કરી હતી.SS1MS
