અક્ષય ખન્ના, બોબી દેઓલની હમરાઝની સીકવલ બનશે
મુંબઈ, ‘એનિમલ’ ફિલ્મથી બોબી દેઓલ અને ‘ધુરંધર’થી અક્ષય ખન્ના ફરી લાઈમલાઈટમાં આવ્યા છે તેના કારણે દર્શકો આ બંને કલાકારોની ૨૦૦૨ની ફિલ્મ ‘હમરાઝ’ની સીકવલની માગણી કરી રહ્યા છે. આ સંદર્ભમાં નિર્માતા રતન જૈને કન્ફર્મ કર્યું હતું કે તેઓ સીકવલ બનાવવા માટે તૈયાર છે.
રતન જૈને જણાવ્યું હતુ ંકે, મને હમરાઝ ટુની સીકવલ બનાવવામાં રસ છે. મને મારી ફિલ્મના મૂળ કલાકારો બોબી દેઓલ અને અક્ષય ખન્ના સાથે જ ફિલ્મની સીકવલ બનાવવી હોવાથી હવે હું તેમના વયના અનુરૂપ સ્ક્રિપ્ટ મળે તેની રાહ જોઇ રહ્યો છું. બન્ને કલાકાર દમદાર છે અને હમરાઝ ટુમાં પણ ફિટ બેસશે.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ એનિમલ પછી બોબી દેઓલ અને ધૂરંધર પછી અક્ષય ખન્નાનો બોલિવૂડમાં ડંકો વાગી રહ્યો છે. બન્નેએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માંધાતાઓ તેમજ દર્શકોને પોતાના અભિનયથી પ્રભાવિત કર્યા છે. તેથી હવે તેમની માંગ વધી ગઇ છે. મોટા ભાગના નિર્માતા-દિગ્દર્શક તેમને પોતાની ફિલ્મમાં લેવા આતુર છે. હમરાઝ ફિલ્મનું દિગ્દર્શન અબ્બાસ-મસ્તાને કર્યું હતું. જેમાં અક્ષય ખન્નાએ ખલનાયકની ભૂમિકા ભજવી હતી.SS1MS
