Western Times News

Gujarati News

અમાગી મીડિયા લેબ્સનો IPO મંગળવાર, 13 જાન્યુઆરી, 2026ના રોજ ખુલશે

  • અમાગી મીડિયા લેબ્સ લિમિટેડ (the “Company”) ના પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (“Equity Shares”) દીઠ રૂ. 343થી રૂ. 361નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે
  • એન્કર ઇન્વેસ્ટર બીડિંગ તારીખ સોમવાર, 12 જાન્યુઆરી, 2026 છે
  • બિડ/ઓફર ખુલવાની તારીખ મંગળવાર, 13 જાન્યુઆરી, 2026 છે અને બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026 છે
  • બિડ્સ પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના લઘુતમ 41 ઇક્વિટી શેર્સ તથા પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના 41 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે
  • 7 જાન્યુઆરી, 2026ની તારીખના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“RHP”) ની લિંક –

અમદાવાદ, 9 જાન્યુઆરી, 2026 – અમાગી મીડિયા લેબ્સ લિમિટેડ (the “Company”) મંગળવાર, 13 જાન્યુઆરી, 2026ના રોજ પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ (“Offer”) ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે સોમવાર, 12 જાન્યુઆરી, 2026ના રોજ રહેશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026 છે.

ઓફરનો પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 343થી રૂ. 361 નક્કી કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 41 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 41 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.

આઈપીઓમાં રૂ. 8,169.00 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા 2,69,42,343 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.

વેચાણ માટેની ઓફરમાં પીઆઈ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ 1 દ્વારા 98,89,646 સુધીના ઇક્વિટી શેર્સ, એક્સેલ ઈન્ડિયા 6 (મોરેશિયસ) લિમિટેડ દ્વારા 50,72,582 સુધીના ઇક્વિટી શેર્સ, ટ્રુડી હોલ્ડિંગ્સ દ્વારા 50,72,582 સુધીના ઇક્વિટી શેર્સ, પીઆઈ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ 2 દ્વારા 34,11,792 સુધીના ઇક્વિટી સેર્સ, નોર્વેસ્ટ વેન્ચર પાર્ટનર્સ 10 – મોરિશિયસ દ્વારા 33,81,721 સુધીના ઇક્વિટી શેર્સ (સાથે મળીને “Investor Selling Shareholders”), રાહુલ ગર્ગ દ્વારા 60,000 સુધીના ઇક્વિટી શેર્સ, રજત ગર્ગ દ્વારા 22,725 સુધીના ઇક્વિટી શેર્સ, કોલ્લેનગોડે રામનાથન લક્ષ્મીનારાયણન દ્વારા 18,495 સુધીના ઇક્વિટી શેર્સ, પ્રેમ ગુપ્તા દ્વારા 10,000 સુધીના ઇક્વિટી શેર્સ, રાજેશ રામૈયા દ્વારા 2,800 સુધીના ઇક્વિટી શેર્સ (સાથે મળીને “Individual Selling Shareholders”) નો સમાવેશ થાય છે.

 આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા એસસીઆરઆરના નિયમ 19(2) ના સંદર્ભે કરવામાં આવી રહી છે. ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (2)ના અનુપાલનમાં બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે, જેમાં સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 32 (2) અનુસાર ઓફરના લઘુતમ 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs” and such portion the “QIB Portion”) ને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને અમારી કંપની સેબી આઈસીડીઆર નિયમનોના અનુપાલનમાં ક્યુઆઈબી પોર્શનનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”)ને ફાળવી શકે છે, જે પૈકી (1) 33.33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રહેશે અને (2) 6.67 ટકા હિસ્સો લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ્સ માટે અનામત રહેશે, એ શરતે કે ઇક્વિટી શેર્સને જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવ્યા છે તે અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓ અને પેન્શન ફંડ્સ તરફથી માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ફાળવણી ન થવાના અથવા ઓછા સબ્સ્ક્રીપ્શન થવાના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ ક્યુઆઈબી પોર્શનમાં (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય) ઉમેરવામાં આવશે  (“Net QIB Portion”).

આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના પાંચ ટકા કરતા ઓછી હશે તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટેના બાકીના ઇક્વિટી શેર્સને ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત ઓફરના લઘુતમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સને (“NIBs”) ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (એ) એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી વધુ અને રૂ. 1.00 મિલિયન સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સ માટે અનામત રખાશે અને (2) બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે અનામત રખાશે, એ શરતે કે આ બે સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં અંડર-સબ્સ્ક્રીપ્શન થયેલા હિસ્સાને સેબી આઈસીડીઆર નિયમનો અનુસાર નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની અન્ય સબ-કેટેગરીમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે અને ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIBs”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રખાશે, જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે  મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.

તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ આ ઓફરમાં ભાગ લેવાનો રહેશે તથા તેમના સંબંધિત બેંક ખાતાની વિગતો (યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી સહિત) (અહીં જણાવ્યા મુજબ) પૂરી પાડવાની રહેશે જેમાં સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) અથવા યુપીઆઈ મિકેનિઝમ હેઠળ બિડની સંબંધિત રકમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ દ્વારા ઓફરના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી.

કંપનીના ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) (બીએસઈ અને એનએસઈ સાથે મળીને, “Stock Exchanges”) પર લિસ્ટિંગ કરવાનો પ્રસ્તાવ છે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઈન્ડિયા) સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, આઈઆઈએફએલ કેપિટલ સર્વિસિસ લિમિટેડ અને એવેન્ડસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (“BRLMs”) છે.

Disclaimer: AMAGI MEDIA LABS LIMITED is proposing, subject to receipt of requisite approvals, market conditions and other considerations, to make an initial public offering of its Equity Shares and has filed the RHP with RoC on January 7, 2026. The RHP is available on the website of SEBI at www.sebi.gov.in, as well as on the websites of the Stock Exchanges i.e. BSE and NSE at www.bseindia.com and www.nseindia.com, respectively, on the website of the Company at www.amagi.com; and on the websites of the BRLMs, i.e. Kotak Mahindra Capital Company Limited, Citigroup Global Markets India Private Limited, Goldman Sachs (India) Securities Private Limited, IIFL Capital Services Limited (Formerly known as IIFL Securities Limited) and Avendus Capital Private Limited at https://investmentbank.kotak.com, https://www.citigroup.com/global/about-us/global-presence/india/disclaimer, www.goldmansachs.com, www.iiflcapital.com and https://www.avendus.com, respectively.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.