Western Times News

Gujarati News

વડોદરામાં મીઠાઈની ફેકટરી પર દરોડા ૧૩,ર૦૦ કિલો અખાદ્ય જથ્થો નાશ કરાયો

ગાંધીનગરમાં વકરેલા પાણીજન્ય ટાઈફોઈડના રોગચાળાને પગલે વડોદરામાં ખાણી-પીણીના એકમો પર સઘન ચેકિંગ

ખોડિયાર નગરમાં લવ્લી સ્વીટ નામની મીઠાઈ બનાવતી ફેકટરી ઉપર દરોડો પાડતા 7.50લાખની કિમતની અખાદ્ય મીઠાઈનો જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવ્યો હતો.

વડોદરા, ગાંધીનગરમાં વકરેલા પાણીજન્ય ટાઈફોઈડના રોગચાળાને કારણે સરકારના આદેશને પગલે ખાણી-પીણીના એકમો પર છેલ્લા ત્રણ ચાર દિવસથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ફૂડ સેફટી ઓફિસર ગોહિલ અને તેમની ટીમ દ્વારા ખોડિયાર નગરમાં લવ્લી સ્વીટ નામની મીઠાઈ બનાવતી ફેકટરી ઉપર દરોડો પાડતા સાડા સાત લાખની કિમતની ૧૩ર૦૦ કિલો અખાદ્ય મીઠાઈનો જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવ્યો હતો.

અધિક આરોગ્ય અમલદાર ડૉ.મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ વડોદરા મહાનગરપાલિકાના ખોરાક શાખાના સિનિયર ફૂડ સેફટી ઓફિસરો અને ફૂડ સેફટી ઓફિસરો દ્વારા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ પ્લોટ નં.૬પ, બ્રહ્માનગરમાં આવેલ જીતેન્દ્ર હરીશંકર પ્રસાદ લબ્લી સ્વીટ ખાદ્ય પદાર્થોના યુનિટ ઉપર આરિમક ચેકિંગની કામગીરી કરવામાં આવેલ દરમિયાન

કન્ફેકશનરી પેંડા આશરે ૮૦૦૦ કિલો, કન્ફેકશનરી કતરી આશરે ૭૦૦ કિલો, કન્ફેકશનરી બરફી આશરે રપ૦૦ કિલો, કન્ફેકશનરી લાડુ આશરે ૭૦૦ કિલો તથા અન્ય ફેન્સી મીઠાઈ આશરે ૧૩૦૦ કિલો મળી અંદાજિત ૧૩ર૦૦ કિલો સ્વીટનો જથ્થો જેની અંદાજિત રકમ ૩૭,પ૦,૦૦૦/- એકસપાયરી ડેટનો સ્વીટનો જથ્થો મળી આવેલ હતો જે જામ્બુવા લેન્ડ ફિલિંગ સ્ટેશન ખાતે નાશ કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

વારસીયા, નરસિંહ ટેકરી, તીવારીની ચાલ, ફતેપુરા, કુંભારવાડડા વિગેરે વિસ્તારોમાં આવેલ ખાદ્ય પદાર્થો સાથે જોડાયેલ ર૧ યુનિટો પર આકસ્મિક ચેકિંગની કામગીરી કરવામાં આવેલ આ દરમિયાન પ૦ લીટર પાણીપુરીનું પાણી, ૬૦ કિલો બટાકા, ૦૪ કિલો બાફેલા ચણા, ૦૩ કિલો સફેદ બાફેલા વટાણાનો નાશ કરવાની કામગીરી કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.