Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોના અંદાજે કુલ ₹168 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ

અમદાવાદ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શુક્રવારે પ્રસિદ્ધ તીર્થક્ષેત્ર શામળાજી ખાતે ઉજવાઈ રહેલ શામળાજી મહોત્સવના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ અરવલ્લી જિલ્લાના વિવિધ વિભાગોના અંદાજે કુલ ₹168 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આ અવસરે વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને પ્લોટ ફાળવણીના હુકમ તથા કિશન મિશન મંગલમ જૂથને કેશ ક્રેડિટ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, આદિવાસીઓની સંસ્કૃતિ, કલા અને પરંપરાગત વારસાને જીવંત રાખતા આ મંદિરના સાનિધ્યમાં ઉજવાઈ રહેલ શામળાજી મહોત્સવ વિવિધતામાં એકતાનો સંગમ છે.

તેમણે શામળાજીને નવો તાલુકો જાહેર કર્યા બાદ આયોજિત આ સાંસ્કૃતિક ઉત્સવ સમગ્ર અરવલ્લી જિલ્લા માટે વિકાસ ઉત્સવ બન્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધાર્મિક, ઐતિહાસિક સ્થળોની દિવ્યતા-ભવ્યતા જાળવીને આધુનિક વિકાસનો અભિગમ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રથી સાકાર કર્યો હોવાનું જણાવી

રાજ્યના આદિકાસી વિસ્તારોને આવાસ, અભ્યાસ, આજીવિકા તેમજ આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વિકસિત અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પાર પાડવા આદિવાસીઓના પરંપરાગત કલા, કૌશલ્ય, વ્યવસાયો અને ઉત્પાદનોને ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’થી પ્રોત્સાહન આપવાનું પણ આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, આદિવાસીઓની સંસ્કૃતિ, કલા અને પરંપરાગત વારસાને જીવંત રાખતા આ મંદિરના સાનિધ્યમાં ઉજવાઈ રહેલ શામળાજી મહોત્સવ વિવિધતામાં એકતાનો સંગમ છે. તેમણે શામળાજીને નવો તાલુકો જાહેર કર્યા બાદ આયોજિત આ સાંસ્કૃતિક ઉત્સવ સમગ્ર અરવલ્લી જિલ્લા માટે વિકાસ ઉત્સવ બન્યો હોવાનું જણાવ્યું હતું.

તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધાર્મિક, ઐતિહાસિક સ્થળોની દિવ્યતા-ભવ્યતા જાળવીને આધુનિક વિકાસનો અભિગમ ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રથી સાકાર કર્યો હોવાનું જણાવી રાજ્યના આદિકાસી વિસ્તારોને આવાસ, અભ્યાસ, આજીવિકા તેમજ આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ વિકસિત અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પાર પાડવા આદિવાસીઓના પરંપરાગત કલા, કૌશલ્ય, વ્યવસાયો અને ઉત્પાદનોને ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ફોર ગ્લોબલ’થી પ્રોત્સાહન આપવાનું પણ આહવાન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.