ટ્રમ્પને ડેનમાર્કની ખુલ્લી ધમકી, પહેલાં ગોળી મારીશું પછી વાત કરીશું
યુએસ પ્રમુખે અગાઉ ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ચીમકી આપી હતી
કોઈ આદેશ વગર હુમલો કરવાનો નિયમ ૧૯૫૨નો છે, તે વખતે ડેનમાર્કે તેના સૈન્ય માટે એક નિયમ બનાવ્યો હતો
કોપનહેગન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબ્જો કરવાની ગુલબાંગો વચ્ચે ડેનમાર્કે મજબૂત વળતો પ્રહાર કર્યાે છે. ડેનમાર્કના રક્ષા મંત્રાલયે ધમકીના સ્વરમાં કહ્યું છે કે, જો કોઈ વિદેશી તાકાત અમારા ક્ષેત્ર પર હુમલો કરે છે તો, સૈનિકો આદેશની રાહ જોયા વગર સીધી વળતી કાર્યવાહી કરશે. અમારા સૈનિકો પહેલા ગોળી મારશે પછી વાત કરશે. કોઈ આદેશ વગર હુમલો કરવાનો નિયમ ૧૯૫૨નો છે.
તે વખતે ડેનમાર્કે તેના સૈન્ય માટે એક નિયમ બનાવ્યો હતો, જે મુજબ વિદેશી તાકાત હુમલો કરે છે તેવા સમયે સૈનિકોએ વરિષ્ઠ અધિકારીના આદેશ કે મંજૂરી રાહ જોયા વગર તાત્કાલિક લડવું પડે છે. આ નિયમ સૌપ્રથમ ૧૯૪૦માં લાગુ થયો હતો જ્યારે જર્મનીએ ડેનમાર્ક પર હુમલો કર્યાે હતો. તે સમયે સંચાર વ્યવસ્થા ખોરવાઈ હતી જેથી સૈનિકોને શું કરવું તે સમાજાયું નહતું.
રક્ષા મંત્રાલયે સ્પષ્ટતા કરી કે, આ નિયમ વર્મતાન સમયમાં પણ લાગુ છે.ગ્રીનલેન્ડ એટલાન્ટિક સમુદ્રમાં આવેલો ટાપુ છે જે છેલ્લા ૩૦૦ વર્ષથી ડેનમાર્ક સાથે જોડાયેલો છે. અહીંની વિદેશ તથા રક્ષા નીતિ ડેનમાર્ક હેઠળ છે. ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ મુદ્દે જણાવ્યું કે, યુએસ ગ્રીનલેન્ડ પર કબ્જો કરવા કોઈ લશ્કરી કાર્યવાહી નહીં કરે. આ પગલું માત્ર નાટો દેશો જ નહીં, પરંતુ અમેરિકાના હિતમાં પણ નહીં હોય.ss1
