વેનેઝુએલાના ક્રૂડ પર અંકુશ મેળવવા પાંચમા ટેન્કર સામે કાર્યવાહી
અમેરિકાએ મિલિટરી ઓપરેશન હાથ ધરીને વેનેઝુએલામાંથી પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને સત્તા પરથી હટાવ્યા છે
અમેરિકાએ કેરેબિયન સમુદ્રમાં વધુ એક ઓઇલ ટેન્કર જપ્ત કર્યું
વોશિંગ્ટન,અમેરિકાના લશ્કરી દળોએ શુક્રવારે કેરેબિયન સમુદ્રમાં વધુ એક ઓઇલ ટેન્કર જપ્ત કર્યું હતું. આની સાથે વેનેઝુએલામાં અવરજવર કરતાં પાંચમાં પ્રતિબંધિત ઓઇલ ટેન્કર સામે અમેરિકાએ કાર્યવાહી કરી છે.ઓલિના નામના ટેન્કરને જપ્ત કરવાની જાહેરાત કરતા યુએસ સધર્ન કમાન્ડે જણાવ્યું હતું કે ગુનેગારો માટે કોઈ સુરક્ષિત જગ્યા નથી. અમેરિકાના વિમાનવાહક જહાજ યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડમાંથી મરીન અને નૌકાદળના સૈનિકોએ આ ટેન્કર સામે કાર્યવાહી કરી હતી અને તે પછી કોસ્ટ ગાર્ડે ટેન્કરનો કબજો કર્યાે હતો.
સધર્ન કમાન્ડ અને હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમ બંનેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યાે હતો. જેમાં યુ.એસ. હેલિકોપ્ટર જહાજ પર ઉતરતું તથા યુએસ સેનિકો ડેક પર તપાસ કરતા હોવાનું દેખાય છે. નોએમે જણાવ્યું હતું કે આ જહાજ વધુ એક ભૂતિયું જહાજ હતું અને ક્‰ડ ઓઇલનું વહન કરતું હતું. તે યુએસ દળોથી બચવાનો પ્રયાસ કરીને વેનેઝુએલાથી રવાના થયું હતું.અમેરિકાએ મિલિટરી ઓપરેશન હાથ ધરીને વેનેઝુએલામાંથી પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને સત્તા પરથી હટાવ્યા છે.
આ પછી અમેરિકા વેનેઝુએલાની ઓઇલ પ્રોડક્ટ્સ પર પોતાનું નિયંત્રણ ઊભુ કરવા માગે છે. આવા પ્રયાસોના ભાગરૂપે અમેરિકાએ આ પાંચમું ઓઇલ ટેન્કર જપ્ત કર્યું છે.યુએસ સરકારના રેકોર્ડ મુજબ ઓલિનાનું મૂળ નામ મિનર્વા એમ હતું અને તેના પર રશિયન ક્‰ડની હેરફર પર પ્રતિબંધ મૂકાયો હતો, તેથી નામ બદલી ઓલિના કર્યું હતું. ઓલિના હવે તિમોર-લેસ્ટેના ધ્વજનો ઉપયોગ કરે છે.
ગ્રીનલેન્ડમાં ેંજીની લશ્કરી કાર્યવાહીની શક્યતાને ઇટાલીનાં પીએમ મેલોનીએ ફગાવીઇટાલીને વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડ પર કબજો કરવાના અમેરિકાના પ્રયાસોને ઇટાલી ટેકો આપશે નહીં. ગ્રીનલેન્ડમાં લશ્કરી કાર્યવાહીનો ઉપયોગ કોઈના હિતમાં નહીં હોય અને નાટો માટે તેના ગંભીર પરિણામો આવશે. જોકે તેમણે જણાવ્યું હતું કે અમેરિકા લશ્કરી બળનો ઉપયોગ કરે તેવું તેમને લાગતું નથી. અમેરિકાને આ વ્યૂહાત્મક ક્ષેત્રમાં વિદેશી દખલગીરીની ચિંતા છે અને નાટોએ અમેરિકાની ચિંતાને દૂર કરવા માટે આર્કટિક પ્રદેશમાં તેની હાજરીને મજબૂત બનાવવી જોઇએ.ss1
