લખનઉમાં લવ જેહાદના આરોપી રેસિડેન્ટ ડોક્ટરને મેડિકલ કોલેજે સસ્પેન્ડ કર્યાે
મહિલા તબીબ સાથે સંબંધ બાંધ્યા અને ધર્મપરિવર્તન માટે દબાણ કર્યું
મહિલા રેસિડેન્ટ ડોક્ટરે સહપાઠી રમીઝ પર લગાવેલા આરોપો બાબતે તપાસ કરવા સાત સભ્યોની આંતરિક સમિતી બનાવવામાં આવી હતી
લખનઉ,લખનઉ સ્થિત કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીએ જાતિય શોષણ, ધર્માંતરણ અને લહજેહાદના આરોપમાં જુનિયર રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. સાથી મહિલા રેસિડેન્ટ ડોક્ટરે લગાવેલા આરોપ મુજબ, તેણે પરણિત હોવાનું છુપાવી શારીરિક સંબંધો બાંધ્યા હતા, બળજબરી ગર્ભપાત કરાવવા ઉપરાંત ધર્માંતરણ માટે દબાણ કર્યુ હતું.
મેડિકલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સોનિયા નિત્યાનંદે જણાવ્યું હતું કે, આરોપી જુનિયર રેસિડેન્ટ ડોક્ટર રમીઝુદ્દીન નાઈક ઉર્ફે રમીઝ મલિક હાલ ફરાર છે. તેને ૨૨ ડિસેમ્બરે સસ્પેન્ડ કરાયો હતો અને કેમ્પસમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો હતો. તેને કોઈ પણ ભોગે યુનિવર્સિટીનો ભાગ બનવા દેવાશે નહીં. જો કે ચાન્સેલરની આ દલીલ બાદ પણ જમણેરી સંગઠનોનો આક્રોશ ઘટ્યો નથી.
શુક્રવારે સૂત્રોચ્ચારો સાથે જમણેરી કાર્યકરોએ સૂત્રોચ્ચારો કર્યા હતા અને આરોપીને છાવરવા પ્રયાસ થતો હોવાના આરોપ લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ બારી-દરવાજાની તોડફોડ કરી વાઈસ ચાન્સેલર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઘટનાના પગલે સોનિયા નિત્યાનંદ કચેરીમાંથી જતા રહ્યા હતા.
મહિલા રેસિડેન્ટ ડોક્ટરે સહપાઠી રમીઝ પર લગાવેલા આરોપો બાબતે તપાસ કરવા સાત સભ્યોની આંતરિક સમિતી બનાવવામાં આવી હતી અને આરોપી સામેના તમામ આરોપમાં તથ્ય જણાયુ હતું. આરોપી રમીઝ માત્ર એક વખત સમિતી સમક્ષ હાજર રહ્યો હતો. પોતે પરિણીત હોવાના આક્ષેપો તેણે નકાર્યા હતા અને પરસ્પર સંમતિથી સબંધ બંધાયા હોવાનો દાવો કર્યાે હતો. આ તપાસ અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરાયો હતો. ss1
