રાજાસાબની સરપ્રાઇઝઃ પ્રભાસની ફિલ્મમાં નવા યુનિવર્સના દરવાજા ખૂલ્યા
રાજાસાબના અંતે પ્રીક્વલની જાહેરાત કરવામાં આવી
આ ફિલ્મના નામથી વધુ ડરામણી, સર્કસની વાર્તા સાથે ૧૯૩૦ના જમાનાની વાર્તા હશે એવું જાણવા મળે છે
મુંબઈ,પ્રભાસની રાજાસાબ રિલીઝ થઈ ચુકી છે અને ફિલ્મ દર્શકો માટે મોટી સરપ્રાઇઝ લઇને આવી છે અને ફિલ્મના અંતે જાહેર કરી દેવાયું છે કે આ વાર્તા અહીં અટકતી નથી. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે ફિલ્મના મેકર્સે જાહેર કર્યું છે કે રાજાસાબ ૨ – સર્કસ ૧૯૩૫માં ફિલ્મની પ્રીક્વલ આવશે.રાજાસાબ એક મોટા સ્કેલ પર બનેલી વૈભવી હોરર કોમેડી ફિલ્મ છે, ત્યારે ફિલ્મના અંતે મોટા યુનિવર્સ માટેના દરવાજા ખુલે છે. આ ફિલ્મને સર્કસ ૧૯૩૫ નામ અપાયું છે, જેમાં સિક્વલ ભુતકાળની સ્ટોરી કહેશે.
જેમાં રહસ્ય, વૈભવી સેટ સાથે જુના જમાનાની વાત જોવા મળશે, જે ડિરેક્ટર મુર્તિની અલગ અલગ જોનરને મિક્સ કરવાની સ્ટાઇલ સાથે બરાબર મેળ ખાય છે. તેથી સિક્વલની જાહેરાતે ફૅન્સનો ઉત્સાહ વધારી દીધો છે.આ ફિલ્મના નામથી વધુ ડરામણી, સર્કસની વાર્તા સાથે ૧૯૩૦ના જમાનાની વાર્તા હશે એવું જાણવા મળે છે. મુખ્ય પ્રવાહની ભારતીય ફિલ્મોમાં આ સમયગાળો અને ખાસ તો હોરર કોમેડી જોનરમાં ક્યારેય જોવા મળ્યો નથી. જો ફિલ્મ સારી રીતે બને તો રાજાસાબનું વધુ ઉંડી વાર્તાઓ સાથે એક યુનિવર્સ પણ તૈયાર થઈ શકે છે.
હાલ તો મેકર્સ આ અંગે વધુ કોઈ માહિતી જાહેર કરી નથી. ક્યારે ફિલ્મ શરૂ થશે અને તેમાં કાસ્ટ કેવી હશે, તે અંગે કશું પણ જાહેર કરાયું નથી. આ પ્રકારની ળેન્ચાઇઝી ભારતીય ફિલ્મો માટે ઘણી જરૂરી છે. આ યુનિવર્સમાં રાજાસાબ પ્રથમ પ્રકરણ છે, જે મેકર્સનું ગણતરીપૂર્વક અને આત્મવિશ્વાસપૂર્વક લેવાયેવું પગલું છે. નામ મુજબ આગળની ફિલ્મ બને તો દર્શકોને એક રાજાસાબથી પણ વધુ મહત્વાકાંક્ષી ફિલ્મ જોવા મળશે. તેમાં પ્રભાસ સાથે સંજય દત્ત, માલવિકા મોહનન, નિધિ અગ્રવાલ, રિદ્ધિ કુમાર સહિતના કલાકારો છે.ss1
