શોભિતા તેલુગુ ક્રાઇમ પોડકાસ્ટરના રોલમાં જોવા મળશે
આ ફિલ્મમાં સંધ્યાના ઇન્ટર્નનું રહસ્યમય મૃત્યુ થતાં તે ન્યાયની શોઘમાં ક્›ર ગુનાઓનો પીછો કરે છે અને તેનું સત્ય ઉજાગર કરવા મહેનત કરે છે
શોભિતાની ફિલ્મ ચીકાતિલો ઓટીટી પર રિલીઝ થશે
મુંબઈ,શોભિતા ધુલીપાલાની તેલુગુ ફિલ્મ ‘ચીકાતિલોઃ ગેસ વ્હાય?’ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે, જેમાં શોભિતા એક ક્રાઇમ પોડકાસ્ટરનો રોલ કરી રહી છે. ગુરુવારે આ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર થયો છે સાથે જ તેની રિલીઝ ડેટ પણ જાહેર કરી દેવાઈ છે. આ એક ક્રાઇમ સસ્પેન્સ ફિલ્મ છે, જેની વાર્તા જકડી રાખે એવી છે અને શોભિતા તેમાં લીડ રોલમાં છે. શોભિતા આ ફિલ્મમાં સંધ્યા નામની પોડકાસ્ટરનો રોલ કરી રહી છે. તે કેટલાંક સૌથી ક્›ર અને ખતરનાક રહસ્યો ખુલ્લા પાડે છે અને તેની પાછળનું સત્ય બહાર લાવશે.
ફર્સ્ટ લૂકના પોસ્ટરમાં શોભિતા એક પોડકાસ્ટ સ્ટુડિયોમાં બેઠી છે અને કાન પર હેડફોન્સ પહેરેલા છે અને હાથની આંટી વાળીને ચહેરા નીચે અટકાવેલા છે. તેની પાછળ એક એવિડન્સ બોર્ડ તૈયાર કરેલું છે, જેમાં અખબારની કતરણો, તસવીરો અને કેટલીક મહિલાઓના ફોટો છે, જેને લાલ દોરીથી એકબીજા સાથે જોડેલાં છે. શોભિતાએ પણ પોતાના સોશિયલ મીડિયા પર આ પોસ્ટર શેર કર્યું હતું. તેની કૅપ્શનમાં લખ્યું હતું, ‘રાત પડે તે પહેલાં, સંધ્યા આવી રહી છે, તમે તૈયાર થઈ જાઓ.’આ ફિલ્મમાં સંધ્યાના ઇન્ટર્નનું રહસ્યમય મૃત્યુ થતાં તે ન્યાયની શોઘમાં ક્›ર ગુનાઓનો પીછો કરે છે અને તેનું સત્ય ઉજાગર કરવા મહેનત કરે છે. ચીકાતિલો ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થશે અને એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોવા મળશે. ss1
